ઋષભ પંત પાસેથી છીનવાશે વાઇસ કેપ્ટનશીપ? કોચનો ઇશારો

ઋષભ પંતને ભારતની ટેસ્ટ વાઈસ કેપ્ટનશીપથી કેમ હટાવવામાં આવ્યા તેને લઈને હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે મોટો ખુલાસો કર્યો છે. અફઘાનિસ્તાન સામે ન્યૂ…

ઋષભ પંતને ભારતની ટેસ્ટ વાઈસ કેપ્ટનશીપથી કેમ હટાવવામાં આવ્યા તેને લઈને હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે મોટો ખુલાસો કર્યો છે. અફઘાનિસ્તાન સામે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં શનિવારથી શરૂૂ થઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર, ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં જવાબદારી અને મેચની સિચ્યુએશન મુજબ રમવાની જરૂૂર છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતની બેટિંગ સ્ટાઈલ અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે, ’ઋષભ પંતને મેચની સ્થિતિને વધુ સારી રીતે સમજવાની જરૂૂર છે. અમે ઋષભ પંતની બેટિંગ સ્ટાઈલમાં કોઈ બદલાવ કરવા નથી ઈચ્છતા, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખેલાડીઓ માટે મેચની પરિસ્થિતિઓનું સન્માન કરવું જરૂૂરી હોય છે. પછી ભલે તે ટેસ્ટ ક્રિકેટ હોય, વનડે ક્રિકેટ હોય કે ટી-20 ક્રિકેટ હોય. આખરે ટાર્ગેટ રન બનાવવાનો અને વિકેટ લેવાનો છે.

તમે રન કેવી રીતે બનાવો છો તે તમારા પર નિર્ભર કરે છે, પરંતુ મેચની સ્થિતિ અને રમતને સમજવી ખૂબ જ જરૂૂરી છે.’ છેલ્લા બે વર્ષથી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની મેચ અવેરનેસ ચર્ચાનો વિષય રહી છે. આનું એક મોટું ઉદાહરણ વર્ષ 2024-25માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ દરમિયાન જોવા મળ્યું હતું, જ્યારે ઋષભ પંતે એક વિચિત્ર પ્રકારનો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને મેચના મહત્વના વળાંક પર આઉટ થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *