દારૂની લતે ચડેલા 25 વર્ષિય ખેડૂતે પિતાના ઠપકાથી ઝેર પી જીવન ટૂંકાવ્યું

ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. ગામના 25 વર્ષીય ખેડૂત યુવાને દારૂૂની લત અને તે અંગે પિતાએ આપેલા ઠપકાને મનમાં લગાડી…

ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક કરુણ બનાવ સામે આવ્યો છે. ગામના 25 વર્ષીય ખેડૂત યુવાને દારૂૂની લત અને તે અંગે પિતાએ આપેલા ઠપકાને મનમાં લગાડી અનાજમાં નાખવાની ઝેરી ટિકડીઓ ખાઈ લેતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ લતીપર ગામનો ભાર્ગવ ભાણજીભાઈ તાલપરા નામનો 25 વર્ષીય યુવાન લાંબા સમયથી દારૂૂ પીવાની લતનો શિકાર હતો. દારૂૂના વધુ પડતા સેવનના કારણે તેના ફેફસા તેમજ કિડનીમાં પણ તકલીફો ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં તે દારૂૂ પીવાનું છોડતો ન હતો. ઘટનાના દિવસે પણ તે દારૂૂના નશામાં ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન તેના પિતાએ દારૂૂ પીવાની આદત અંગે ઠપકો આપતાં યુવાનને તે વાત મનમાં લાગી આવી હતી.

ત્યારબાદ યુવાન ઘરેથી નીકળી પોતાની વાડીમાં ગયો હતો, અને ત્યાં અનાજમાં નાખવામાં આવતી ઝેરી ટિકડીઓ ગળી લીધી હતી. ઝેરી દવા શરીરમાં જતા તેની તબિયત લથડતાં તે બેભાન બની ગયો હતો. પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા ભાણજીભાઈ તાલપરાએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં ધ્રોલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા તાત્કાલિક હોસ્પિટલ તથા ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી આપઘાત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *