‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોત

હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ, હોટેલના રસોડામાં અચાનક થયો વિસ્ફોટ, પોલીસ અને ઋજકની ટીમ દ્વારા તપાસ એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં…

હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ, હોટેલના રસોડામાં અચાનક થયો વિસ્ફોટ, પોલીસ અને ઋજકની ટીમ દ્વારા તપાસ

એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભાવનગર રોડ પર આવેલી પ્રખ્યાત ’ઠાકર ધણી’ હોટેલના રસોડામાં અચાનક ગેસ સિલિન્ડર એટલે કે ફ્રિજ કુલિંગ માટેની ગેસ બોટલ ફાટવાને કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હોટેલના કિચનમાં સામાન્ય દિવસની જેમ જ સ્ટાફ દ્વારા કામકાજ કરવામાં આવી રહ્યું હતું. દરેક કર્મચારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે જ રસોડાના એક ખૂણામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટર (ફ્રિજ)ના કુલિંગ માટે ઉપયોગમાં લેવાતી ગેસ બોટલમાં અચાનક જ એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને અન્ય કર્મચારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી,પરંતુ કમનસીબે ત્યાં કામ કરી રહેલા મૂળ રાજસ્થાનના અરવિંદસિંઘ પુણસિંગ સિસોદિયા(રાજપુત)નું માથામાં ઇજા થતાં મોત નીપજ્યું હતું.

આ ભયાનક અકસ્માત અંગે વધુ વિગતો આપતા સૂત્રોએ જણાવ્યું કે, ફ્રિજની કુલંટ ગેસ બોટલ જેવી જ ફાટી, તેનો એક ખૂબ જ વજનદાર અને તીક્ષ્ણ ટુકડો સીધો ત્યાં ઉભેલા યુવકના માથાના ભાગે ખૂબ જ વેગ સાથે વાગ્યો હતો.માથામાં ગંભીર અને જીવલેણ ઈજા થવાના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેણે ઘટનાસ્થળે જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ સમગ્ર ભયાનક દુર્ઘટના હોટેલના કિચનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ ગેસ બોટલ બ્લાસ્ટ થવાનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમની પણ મદદ લેવામાં આવી છે. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કરીને તપાસ શરૂૂ કરી છે કે આખરે ફ્રિજની કુલંટ બોટલમાં આટલું બધું પ્રેશર કેવી રીતે વધી ગયું કે તે બોમ્બની જેમ ફાટી ગઈ.

પોલીસ હવે હોટેલ સંચાલકોની પૂછપરછ કરી રહી છે અને હોટેલના કિચનમાં સુરક્ષાના પૂરતા માપદંડો જાળવવામાં આવ્યા હતા કે નહીં તે દિશામાં કાયદેસરની તપાસ લંબાવી છે.
મૃતક બે ભાઈ એક બહેનમાં મોટો હતો.તેમને અભ્યાસમાં વેકેશન પડતા એક મહિનાથી અહીં વેઈટર તરીકે નોકરી કરતો હતો અને તેના કૌટુંબિક ભાઈ પણ અહીં નોકરી કરતા હતા.ફ્રીઝ બે દિવસ પહેલા જ રીપેરીંગ કરાવ્યું હતું.તેવું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *