ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા

કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય…

કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય તારીખ 1 જૂનની સરખામણીમાં આ વર્ષે ચોમાસું 3 દિવસ મોડું (4 જૂન) આવ્યું છે. ભેજની અછત અને પવનની અનુકૂળ પરિસ્થિતિ ન બનવાથી મોન્સુનની પ્રગતિ ધીમી પડી છે, જેની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની ધારણા છે.

IMD અનુસાર, આ વર્ષે કેરળમાં પ્રવેશ બાદ પણ શરૂૂઆતી વરસાદ નબળો રહેવાની સંભાવના છે. મજબૂત વરસાદ માટે ખેડૂતો અને નાગરિકોએ 5થી 6 જૂન સુધી રાહ જોવી પડી શકે છે. ભારતીય મહાસાગરમાં અસામાન્ય શાંતિ અને ઊહ ની અસરને કારણે આખા મોન્સુન સીઝનમાં 90-95 ટકા જેટલો વરસાદ (સામાન્ય કરતાં ઓછો) થવાની આગાહી કરવામાં આવી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થાય છે. દક્ષિણ ગુજરાતમાં વહેલું અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પછીથી. પરંતુ આ વર્ષે કેરળમાં વિલંબને કારણે ગુજરાતમાં પણ 3થી 4 દિવસ કે તેથી વધુ મોડું ચોમાસું બેસવાની સંભાવના છે. અંદાજે 18થી 25 જૂન વચ્ચે વિધિવત આગમન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *