બંગાળી ઠેકેદારે બાળમજૂરનું માથું કાપી આજી નદીમાં ફેંકી દીધુ

રાજકોટમાં ગોંધી રખાયેલા બાળ મજૂરોને છોડાવ્યા બાદ પશ્ર્ચિમ બંગાળ પોલીસે 8 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખોલ્યો 19 બાળ મજૂરોને છોડાવ્યા, એક કિશોર ગુમ હોવાથી…

રાજકોટમાં ગોંધી રખાયેલા બાળ મજૂરોને છોડાવ્યા બાદ પશ્ર્ચિમ બંગાળ પોલીસે 8 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખોલ્યો

19 બાળ મજૂરોને છોડાવ્યા, એક કિશોર ગુમ હોવાથી પરિવારે ભાંડો ફોડ્યો, જલ્લાદ ઠેકેદાર અજિત મૌલાએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ કટકા કરી નાખ્યા

રાજકોટમાં 8 વર્ષ પૂર્વે બનેલી આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. એક વર્ષ પૂર્વે રાજકોટના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સી બંગાળી બાળ મજૂરોને ગોંધી રાખી ક્રુરતા ગુજારનાર બંગાળી ઠેકેદાર અજમત મૌલાએ જ વર્ષ 2018માં બાળકની હત્યા કરી તેના શરીરના કટકા કરી નાખ્યા હોવાની ચોકાનારી હકીકત સામે આવી છે. પશ્ચિમ બંગાળના કાલના પોલીસ મથકની પુછપરછમાં આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પશ્ચિમ બંગાળના કાલના પોલીસ અને રાજકોટ પોલીસે આ મામલે મૃતક બાળકના માતા પિતાના ડીએનએ ટેસ્ટ કરાવી આગળની તપાસ શરૂૂ કરી છે.

રાજકોટના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીના એક મકાનમાં બંગાળી બાળ મજૂરોને ગોંધી રાખી ક્રુરતા ગુજારાતી હોવાની ઘટનામાં પશ્ચિમ બંગાળની કાલના પોલીસ રાજકોટ આવી હતી અને ક્રાઈમ બ્રાંચ, SOG., AHTUની ટીમને સાથે રાખી 19 બાળકોને મુકત કરાવાયા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોનું તબીબી પરિક્ષણ કરાવાતા એક બાળક પર ઠેકેદાર અજીત મૌલાએ હદે બર્બરતા ગુજારી હતી કે તેના મૂત્ર માર્ગ અને ગુદાના ભાગે ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો છે. આરોપી પશ્ચિમ બંગાળના અજમત મૌલા વિરૂૂધ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી કાલના પોલીસ તેને પુછપરછ માટે લઇ ગઈ હતી.

પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાનો વતની અજમત મૌલા ઇમિટેશનનું કામ કાજનું કારખાનુ ધરાવતો હોય વતનમાંથી બાળ મજુરોને અહીં લઈ આવતો હતો. પાંચ હજાર રૂૂપિપયા માસિક પગાર આપી સવારે નવથી રાત્રે કયારેક મોડી રાત સુધી 12-15 કલાક કામ કરાવતો હતો. જમવામાં પણ ભાત કે આવુ જ આપતો અને બાળકોનું શોષણ કરતો હતો. અજમત બાળ મજુરોને માર મારતો હોવાની ફરિયાદના પગલે કાલના પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં અજમત મૌલાની ચુંગાલમાંથી મુક્ત કરાયેલા બાળકોને પશ્ચિમ બંગાળ પરત મોકલવામાં આવ્યા ત્યારે એક પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર આઠ વર્ષ પહેલાં અજમત સાથે રાજકોટ આવ્યો હતો, પરંતુ તે 19 બાળકોમાં સામેલ નહોતો. આ માહિતીના આધારે કાલના પોલીસે ફરી તપાસ શરૂૂ કરી હતી. અને અજમતની પૂછપરછ દરમિયાન ઠેકેદાર તેણે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારબાદ કાલના પોલીસ અજમત મૌલાને લઇ રાજકોટ આવી હતી અને રાજકોટ પોલીસની મદદથી તપાસ કરતા રાજકોટમાં 8 ડીસેમ્બર 2018માં આજીનદીના પટ માંથી એક બાળકનું ધડ વગરનું માથું મળી આવ્યું હતું આ મામલે રાજકોટ પોલીસે મૃતક બાળકના માતા-પિતાના ડીએનએ મેચિંગ સહિતની કાર્યવાહી કરી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી હતી. ડીએનએ રિપોર્ટ મળ્યા બાદ સત્તાવાર આ હત્યા કેસનો ભેદ ઉકેલાયાની રાજકોટ પોલીસે જાહેરાત કરી છે.

ઘટના બાદ તૃણમૂલના નેતાએ ટ્વિટર પર કરેલી પોસ્ટથી રાજકીય મામલો ગરમાયો હતો
આ ઘટના બાદ તૃણમૂલે આવી શોષણખોરી અને અમાનવીય વર્તનને પ્રોત્સાહન આપવા બદલ ગુજરાતની ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. પક્ષે જે તે વખતે ટ્વીટર પર પોસ્ટ કરી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની બંગાળ સરકાર દ્વારા બાળકની સંભાળ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડબલ એન્જિન રાજ્ય ગુજરાતમાં, બાળ મજૂરી માત્ર ચાલુ જ નથી રાખવામાં આવતી પરંતુ તેની સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે અને બંગાળ પ્રત્યેના તેમના તિરસ્કારમાં, ભાજપ આપણા લોકો વિરુદ્ધના આવા ઘૃણાસ્પદ કૃત્યોને જાહેરમાં માફ કરી રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી બંગાળ સરકાર તેની સુખાકારી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂૂરી પગલાં લઈ રહી છે.”ટીએમસી ના રાજ્યસભા સાંસદ સમીરુલ બિસ્વાસ જે શ્રમિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમણે જણાવ્યું હતું કે સમિતિ આવી વધતી જતી ઘટનાઓ અંગે ચિંતિત છે. તેમણે કહ્યું, “જો જરૂૂર પડશે તો અમે બાળકને વળતર આપવા જાહેરાત કરી હતી. તેવી વિગતો ટ્વીટર પર પોસ્ટ કરતા રાજકીય મામલો ગરમાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *