શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં ભોળાભાઈ જગાભાઈ વાવડીયા (ઉ.27) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાને હતો ત્યારે માનવ આહીર અને વિશી આહીર નામના બન્ને શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ભોળાભાઈ વાગડીયા સાથે પાન ફાકીના પૈસા મુદ્દે બન્ને શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં આયાન યુસુફભાઈ બ્લોચ નામનો 16 વર્ષનો સગીર વહેલી સવારે પોતાના ઘર પાસે હતો ત્યારે હુસેન સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
