કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા…

મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો

મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા કરાવવા અને અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલ મનપાના ખાલી પ્લોટ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ માસ દરમિયાન 900થી વધુ ગેરકાયદેસર બાંધકામોને નોટીસ અપાયા બાદ હવે રોજે રોજ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વેસ્ટઝોનમાં મોટા મૌવા રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નં. 10માં ઈન્ફાસ્ટ્રક્ચર હેતુના પ્લોટ પર વર્ષોથી બનેલા ગેરકાયદેસર 25 કાચા-પાકા મકાનો આજે તોડી પાડી રૂપિયા 15 કરોડની 1500 ચો.મી.થી વધુ જગ્યા ખુલ્લી કરાવાવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ અનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ જેમાં અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય મુદત પૂર્ણ થવા છતાં દબાણ કરતાઓએ જાતે દબાણ દૂર ન કરતાં વેસ્ટઝોનના વોર્ડ નં. 11 માં મોટા મૌવા રોડ ઉપર કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 79-બી સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર વર્ષોથી થઈ ગયેલા 25 કાચા-પાકા મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ જાણકારી હોવાથી તમામ મકાનોમાંથી દબાણ કરતાઓએ માલસામાન કાઢીલીધેલ હોય શાંતિપૂર્વક ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આશરે 1500 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પરના દબાણો દૂર થતાં મહાનગરપાલિકાની રૂા. 15 કરોડની જમીન ખુલ્લી થઈ હતી.

મોટામૌવા રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે આજે 25થી વધુ મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલ જેમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા તમામ આસિસ્ટન્ટ, એિન્જિનિયર, એડિશનલ, હેડ સર્વેયર, સર્વેયર અને વર્કઆસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી જુદી શાખાઓ જેવી કે, જગ્યારોકાણ શાખા, ફાયર વિભાગ, રોષની વિભાગ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ અને પોલીસના સ્ટાફ તથા પીજીવીસીએલના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં 300થી વધુ બાંધકામોને નોટિસ
શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી હતી. ઈમ્પેક્ટ ફી હેઠળ આવતા બાંધકામો સિવાયના ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય અને એકવર્ષ જેટલો સમય વીતી જવા છતાં દબાણ કરતાઓ દ્વારા આજ સુધી જવાબ આપવામાં ન આવ્યો હોય તેવા વેસ્ટઝોનના 300થી વધુ દબાણ કરતાઓને ફરી વખત 260-2ની નોટીસ ફટકારવામાં આવી છે અને તબક્કાવાર આ તમામ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *