અમરેલીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ઝેરી પાવડર પી આપઘાત

રાજ્યભરમાં મંદીના કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટૂંકાવી લીધા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં અમરેલીમાં આવેલા બારપરા વિસ્તારમાં…

રાજ્યભરમાં મંદીના કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટૂંકાવી લીધા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં અમરેલીમાં આવેલા બારપરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીમાં આવેલા બારપરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતાં કરણભાઈ બાબુભાઈ ચાવડા નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક કરણભાઈ ચાવડા, બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હતો. કરણભાઈ ચાવડાએ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે અમરેલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *