શીતલ પાર્ક પાસે બાંધકામ સાઇટ પરથી કિંમતી વાયરની ચોરી કરનાર બે સગીર સહિત ત્રણ ઝડપાયા

આજીડેમ પોલીસની મોટી સફળતા: ગુન્હામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટના રણુજા મંદિરની સામે લાપાસરી ગામ તરફ જતા…

આજીડેમ પોલીસની મોટી સફળતા: ગુન્હામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટના રણુજા મંદિરની સામે લાપાસરી ગામ તરફ જતા રોડ પરથી આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. આર.ડી. વાંક, સંજયભાઈ મિયાત્રા અને કોન્સ્ટેબલ મહેશભાઈ કોઠીવાળને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા 18 વર્ષીય યાસીન હનીફભાઈ ચૌહાણ (ધંધો: રિક્ષા ડ્રાઇવિંગ, રહે. મોટો ખાટકીવાસ, પારેખ ડેલાની સામે, ઈગલ પેટ્રોલ પંપની બાજુમાં, ભીલવાસ સામે, રાજકોટ) નામના શખ્સને અટકાવવામાં આવ્યો હતો. તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય બે બાળ કિશોરોને પણ પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સ્ટાફ દ્વારા પકડાયેલા આરોપીઓની આગવી ઢબે હાથ ધરવામાં આવેલી પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, તેમની પાસેથી મળી આવેલો આ કોપરનો જથ્થો તેઓએ સંયુક્ત રીતે મળીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા શીતલ પાર્ક ચાર રસ્તા નજીક નવી બની રહેલી હોસ્પિટલના બિલ્ડિંગમાંથી ચોર્યો હતો. આ ચોરી અંગે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની તજવીજ અને કાર્યવાહી હાથ ધરવા માટે વર્ધી લખાવીને સત્તાવાર જાણ કરવામાં આવી છે.

આ સફળ ઓપરેશન દરમિયાન આજીડેમ પોલીસે આરોપીઓ પાસેથી આશરે 33 કિલોગ્રામ વજનના ચોરાઉ કોપરના વાયરો કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત રૂૂપિયા 50,400 થાય છે. આ ઉપરાંત ચોરીના ગુન્હા આચરવામાં અને હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી એક બજાજ કંપનીની ઓટો રિક્ષા છે અને તેની અંદાજિત કિંમત રૂૂપિયા 1,50,000 છે, તેમજ એક હોન્ડા કંપનીનું મોટરસાઇકલ, છે અને તેની કિંમત રૂૂપિયા 40,000 આંકવામાં આવી છે, તે તમામ ચીજવસ્તુઓ મળીને કુલ રૂૂપિયા 2,40,400 નો મુદ્દામાલ પોલીસે કાયદેસર રીતે જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *