કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદનો એક કેસ બનતા અટક્યો

હિન્દુ રક્ષક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી યુવતીની સુરક્ષિત ઘર વાપસી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક…

હિન્દુ રક્ષક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી યુવતીની સુરક્ષિત ઘર વાપસી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક 20 વર્ષીય હિન્દુ યુવતીને 40 વર્ષીય ‘ઢગા’ વિધર્મી દ્વારા ‘લવ જેહાદ’ માં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને ‘હિન્દ રક્ષક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના સંગઠનો’ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત ‘ઘર વાપસી’ કરાવવામાં સફળતા મળી હતી.

કાલાવડ તાલુકાની 20 વર્ષીય યુવતીને ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી દીકરીના મા બાપ દ્વારા પોલીસ સ્ટેશન આપવામાં આવતા જ તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ એક્શન મોડ માં આવી હતી સાથે સાથે હિન્દુ સંગઠનો એ રજૂઆત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
હિન્દુ યુવતીની ઘર વાપસી માટે ‘હિન્દ રક્ષક સંઘ’એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

આ કાર્યમાં સાથે કાલાવડ તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓ, સર્વે હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ કાલાવડ વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના કાર્યકરો, વકીલઓએ રાત-દિવસ એક કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્વરિત પ્રયાસોના કારણે આખરે હિન્દુ સમાજની માસૂમ દીકરીને ‘લવ જેહાદ’નો શિકાર થતા બચાવી હતી અને વિધર્મીઓની ચુંગલમાંથી મુક્ત કરાવી તેના પરિવારજનોને સુરક્ષિત સોંપવામાં સફળતા મળી હતી, આ તકે ભોગ બનનાર યુવતિના માતા-પિતાની આંખોમાંથી હર્ષના અશ્રુ વહેવા માંડ્યા હતાં. આમ કાલાવડમાં લવજેહાદનો કિસ્સો તેના અંજામ સુધી પહોંચી શક્યો નહોતો.

હિન્દુ સુરક્ષા માટે ‘હિન્દ રક્ષક સંઘ’નું મક્કમ વલણ
આ ઘટના બાદ હિન્દુ સંગઠનો એ જણાવ્યું હતું કે ‘હિન્દુ દીકરીઓની સુરક્ષા-સન્માનની રક્ષા માટે અમારી સંસ્થા હંમેશા પ્રતિબદ્ધ છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવી ઘટનાઓ સામે અમે કાયદાકીય અને સામાજિક સ્તરે લડત ચાલુ રાખીશું.’ આ ઘટનાએ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાની અને દીકરીઓની સુરક્ષા બાબતે વિશેષ સાવચેતી રાખવાની જરૂૂરિયાતને ફરી વાર ઉજાગર કરી છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસની પ્રશંસાને લાયક કામગીરી
અત્રે ઉલ્લેખ કરવો જરૂૂરી છે કે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આકાશ બારસિયાનાઓ, પીએસઆઈ આર.બી. ઠાકોર સહિતના સમગ્ર પોલીસ કર્મચારીઓના સાથ અને સહયોગ બદલ ‘’ હિન્દુ સંગઠન દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *