પાવરપ્લેમાં 35 વિકેટ ઝડપીને આરસીબીએ IPLમાં ઇતિહાસ રચ્યો

ફાઇનલમાં સતત વિકેટો ઝડપી મેચને એક તરફી બનાવી દીધી   રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ઇતિહાસ રચી દીધો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને પોતાની ધમાકેદાર…

ફાઇનલમાં સતત વિકેટો ઝડપી મેચને એક તરફી બનાવી દીધી

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ઇતિહાસ રચી દીધો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને પોતાની ધમાકેદાર રમતને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પણ જાળવી રાખી. ટીમના બોલર્સે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ખિતાબી ટક્કરમાં શરૂૂઆતમાં જ વિકેટો લઈને મેચને એકતરફી બનાવી દીધી હતી. ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રસિક સલામે આખી સીઝનમાં સતત વિકેટો ઝડપી અને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પાવરપ્લેમાં આરસીબી સૌથી વધુ વિકેટ લેનારી ટીમ બની ગઈ છે.

આરસીબી આઈપીએલના ઇતિહાસમાં પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે એક સીઝનમાં પાવરપ્લેમાં 35 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ બંનેએ મળીને ગુજરાત ટાઇટન્સના બંને ઓપનર, સાઈ સુદર્શન અને શુભમન ગિલને 2026 ફાઇનલની પહેલી છ ઓવરોમાં જ પેવેલિયન મોકલી દીધા હતા. આ બે વિકેટોની સાથે જ આરસીબીએ પાવરપ્લેમાં વિકેટ લેવાનો એક એવો રેકોર્ડ બનાવ્યો જેને તોડવો મુશ્કેલ હશે.ગઈ મેચ પહેલાં આરસીબીની ટીમ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં મુંબઈ ઇન્ડિયન્સની બરાબરી પર હતી. આ રેકોર્ડ 33 વિકેટનો હતો.

વર્ષ 2023ની સીઝનમાં ટીમે આ રેકોર્ડ બનાવ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 2013ના એડિશનમાં પણ આટલી જ વિકેટો ચટકાવી હતી. ગુજરાત ટાઇટન્સે પણ આ સીઝનની પાવરપ્લે ઓવરોમાં 33 વિકેટ લીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં બીજી ઇનિંગ્સમાં ત્રણ વધુ વિકેટ લઈને તેઓ RCBનો રેકોર્ડ તોડી શકે છે.ભુવનેશ્વર કુમારે આઈપીએલ ફાઇનલ દરમિયાન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેમણે મોહમ્મદ શમીના એક આઈપીએલ સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *