બાલાજી હોલ પાસે પ્રેમ પ્રકરણમાં હેર સલૂનના ધંધાર્થી ઉપર હુમલો

શહેરમાં મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને બાલાજી હોલ પાસે હેર સલૂનનો વ્યવસાય કરતાં યુવક ઉપર પ્રેમ પ્રકરણનો ખાર રાખી એક શખ્સે કડા અને…

શહેરમાં મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં અને બાલાજી હોલ પાસે હેર સલૂનનો વ્યવસાય કરતાં યુવક ઉપર પ્રેમ પ્રકરણનો ખાર રાખી એક શખ્સે કડા અને પટ્ટા વળે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મવડી ચોકડી પાસે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતો સંજય રાકેશભાઈ પાડલીયા નામનો 32 વર્ષનો યુવાન બાલાજી હોલ પાસે પ્રોફેશનલ હેર સલૂન નામની પોતાની દુકાને હતો ત્યારે યોગેશ નામના શખ્સે ઝઘડો કરી હાથના કડા અને કમરપટ્ટા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં સંજય પાડલીયાને દુકાન પાસેથી પસાર થતી દક્ષાબેન નામની મહિલા સાથે આંખ મળી જતાં પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ સંબંધની અદાવતમાં સંજય પાડલીયા ઉપર હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં આવેલા હુશેની ચોકમાં રહેતાં સોનુકુમાર નામના 27 વર્ષના યુવાન સાથે શિરાજ નામના શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસહાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *