મૃતક યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી: પરિવારમાં કલ્પાંત
ગુજરાત મિરર, રાજકોટ,તા.30
શહેરમાં સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ફરસાણના ધંધાર્થીએ દેવામાં ડૂબી જતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જીવરાજભાઈ કારેણા નામનો 36 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકની ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં યુવકની સારવાર કારગર નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાવેશભાઈ કારેણા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. મૃતક ભાવેશભાઈ કારેણા ફરસાણનો ધંધો કરતા હતા. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં દેવું વધી જતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
