ગોંડલના અનિડા વાછરામાં રાજકોટના પ્રૌઢ ઉપર ભાઈ-ભાભીએ કર્યો હુમલો

4.80 લાખની ઉઘરાણી અર્થે જતાં દંપતી દાતરડા અને ધોકા વડે તૂટી પડયાનો આરોપ રાજકોટમાં રહેતા પ્રૌઢ ગોંડલના અનિડા વાછરા ગામે રહેતાં ભાઈ પાસે 4.80 લાખની…

4.80 લાખની ઉઘરાણી અર્થે જતાં દંપતી દાતરડા અને ધોકા વડે તૂટી પડયાનો આરોપ

રાજકોટમાં રહેતા પ્રૌઢ ગોંડલના અનિડા વાછરા ગામે રહેતાં ભાઈ પાસે 4.80 લાખની ઉઘરાણી અર્થે ગયા હતા. ત્યારે ભાઈ ભાભીએ ઝઘડો કરી ધોકા અને દાતરડા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં એસ.ટી.વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતા ગુલમહમદભાઈ સુલેમાનભાઈ જોબડ (ઉ.47) ગોંડલના અનિડા વાછરા ગામે હતા ત્યારે બપોરના સમયે તેના મોટાભાઈ ઈશાક ઉર્ફે ઘોઘો સુલેમાનભાઈ જોબડ અને મુકતાબેન ઝઘડો કરી ધોકા અને દાતરડા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર ઈશાક ઉર્ફે ઘોઘાએ તેના ગામમાં મર્ડર કર્યુ હતું. ત્યારે ગુલમહમદભાઈએ રૂા.4.80 લાખ આપ્યા હતાં. જે રૂપિયાની ઉઘરાણી કરવા જતાં ભાઈ અને ભાભીએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *