ઉપલેટાના વેણુ-2 ડેમ ઉપર પાણી છોડવા બાબતે ખેડૂતોનો વિરોધ

છેલ્લા 4 વર્ષથી દર વર્ષે ઉનાળામાં સમર કામના બહાને લાખો લિટર પાણી છોડી દેવામાં આવે છે ઉપલેટા વેણુ બે ડેમમાં થોડા દિવસ પહેલા પાણી છોડવાની…

છેલ્લા 4 વર્ષથી દર વર્ષે ઉનાળામાં સમર કામના બહાને લાખો લિટર પાણી છોડી દેવામાં આવે છે

ઉપલેટા વેણુ બે ડેમમાં થોડા દિવસ પહેલા પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે ડેમના સમર કામ કરવા માટે પાણી છોડવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે બાજુમાં આવેલ ગધેથડ, રબારીકા, ઢાંક, ખારચીયા, ના ચાર ગામના આગેવાનો સરપંચો તથા ખેડૂતો મોટા પ્રમાણમાં નદીકિનારે પટમાં મોરચો માંડી દીધો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો.

જ્યારે કે ડેમમાંથી 6482 ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવાની વાત વહેતી થઈ જતા મોટા પ્રમાણમાં ગામ લોકોને ખેડૂતો નદીના પટ્ટમાં બેસી ગયા હતા ત્યારે તંત્ર દ્વારા પાણી નદીમાં છોડવાની જે નિર્ણય હતો તે હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ ઉનાળામાં પાણી છીનવાઈ જવાની બીકે ખેડૂતો ઉગ વિરોધ નોંધાવ્યો હતો અંતે તંત્ર એ ઝુકવું પડ્યું અને પાણી છોડવાનો નિર્ણય હાલ પૂરતો મોફુક રાખ્યું હતું.

જ્યારે કે આ બાબતે ખેડૂતો સાથે વાત કરતા તેમને જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીની ફુલ જરૂૂર હોય ત્યારે તંત્ર દ્વારા દર વર્ષે સમરકામ માટે લાખો લીટર પાણી વેડફી નાખે છે જ્યારે કે આ પાણી કોઈપણ જાતનો ઉપયોગમાં આવતું નથી અને વેડફાઈ છે. અશ્વિન સિંહવાળા આગેવાન ગધેથડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખારચીયા ગામના ખેડુતે આ બાબત ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત કરી છે અને હાલ ધારાસભ્ય એ આહવાન આપ્યું છે કે બે દિવસની અંદર તમને પાણી પૂરું પાડીશું ત્યારબાદ અમે પાણી છોડીશું.

આ અંગે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે હું એક કાર્યક્રમથી બહાર છું પણ મારે ટેલિફોનિક સંપર્કમાં જ છું અને હાલ બધા ખેડૂતો અને ચાર ગામ માટે પાણીની વ્યવસ્થા પહેલા કરવામાં આવશે ત્યારબાદ ડેમમાંથી જરૂૂર મુજબ પાણી છોડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *