પિપાવાવ પોર્ટના કર્મચારીઓએ ઓછા પગાર, અન્યાય સામે ‘કોક્રોચ જનતા પાર્ટી’ના બેનર સાથે વિરોધ નોંધાવ્યો

પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત ફ્યુચરેઝ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ ઓછા પગાર, લાંબા કામના કલાકો અને અન્યાય સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે કર્મચારીઓએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને…

પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત ફ્યુચરેઝ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ ઓછા પગાર, લાંબા કામના કલાકો અને અન્યાય સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે કર્મચારીઓએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ન્યાયની માંગ કરી છે.

કર્મચારીઓ દ્વારા કંપની સંચાલન સામે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં ઓછો પગાર, ઓવરટાઈમ ન મળવો અને માનસિક હેરાનગતિ જેવા ગંભીર આક્ષેપો કરાયા છે. આ કર્મચારીઓ પિપાવાવ પોર્ટના ઓપરેશન, પ્લાનિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવા વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે.

રજૂઆત મુજબ, હાલમાં કેટલાક કર્મચારીઓનો માસિક પગાર માત્ર ₹13,000 સુધીનો છે. જ્યારે અન્ય કંપનીઓમાં સમાન કામગીરી માટે ₹60,000 થી ₹70,000 સુધીનો પગાર ચૂકવવામાં આવે છે. કર્મચારીઓએ “સમાન કામ સમાન વેતન”ના નિયમનો ભંગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત, 12 કલાક સુધીની ફરજ બજાવ્યા બાદ પણ તેમને યોગ્ય ઓવરટાઈમ આપવામાં આવતો નથી. કર્મચારીઓ પર માનસિક દબાણ, ધમકીઓ અને ટાર્ગેટ આધારિત કામગીરી માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે.

કર્મચારીઓ પોતાની સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.હાલના કર્મચારીઓમાં અસંતોષ અને તણાવ વધી રહ્યો હોવાથી કંપની દ્વારા નવા સ્ટાફની ભરતી ન કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

કર્મચારીઓએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ શાંતિપૂર્ણ અને કાયદેસરની રીતે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો કોઈ કાયદો-વ્યવસ્થા ભંગ કરવાનો ઇરાદો નથી. આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પણ લેખિત નિવેદન આપવામાં આવ્યું છે.

અંતે, કર્મચારીઓએ કંપની અને સંબંધિત તંત્રને આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી યોગ્ય ન્યાય અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *