રાજકોટ SPએ 23 પરિવારને વ્યાજખોરની ચૂંગાલમાંથી છોડાવ્યા

સોનાના ઘરેણા, વાહનો અને મકાનના દસ્તાવેજ સહિત 1 કરોડનો મુદ્દામાલ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પરિવારને પરત અપાવ્યો રાજકોટ જીલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરીના દૂષણને…

સોનાના ઘરેણા, વાહનો અને મકાનના દસ્તાવેજ સહિત 1 કરોડનો મુદ્દામાલ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પરિવારને પરત અપાવ્યો

રાજકોટ જીલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરીના દૂષણને ડામવા અને ભોગ બનનારા સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવા માટે એક પ્રશંસનીય અને સફળ કામગીરી કરવામાં આવી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ વ્યાજ વટાવ સંદર્ભે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનાઓ હેઠળ ધરપકડ કરાયેલા આરોપી અદાલત દ્વારા જામીન પર મુક્ત થયા બાદ, પોલીસે નવતર અભિગમ અપનાવીને અન્ય ભોગ બનનારા નાગરિકોનો સંપર્ક કર્યો હતો. રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલ 23 પરિવારને છોડાવી વ્યાજખોર પાસેથી 14 લાખના દાગીના અને 20 વાહનોની આર.સી બુક તેમજ મકાનના દસ્તાવેજ સહીત 1 કરોડનો મુદ્દામાલ પરિવારને પરત અપાવ્યો હતો.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિને સદંતર નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ગોંડલ વિભાગના ઇન્ચાર્જ એ.એસ.પી શ્રી નવીન ચક્રવર્તી ના સીધા માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસે વાસાવડના હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઈલભાઈ સલાટ સામે વ્યાજ અંગેનો ગુનો દાખલ થયા બાદ અન્ય ભોગબનનાર લોકો પોલીસ સ્ટેશને આવી સંપર્ક કરેલ અને તેઓના બેંક ના ચેક તથા વાહનોની આર.સી.બુક તથા સોનાચાંદીના દાગીનાઓ આરોપીએ પોતાના કબ્જામા રાખેલ છે.

જેથી ભોગબનનારો ની વિગતો મેળવી આ કામના આરોપી જામીન મુકત થયેલ હોય જેઓને ભોગબનનાર સાથે સંપર્ક કરાવતા આરોપી સ્વખુશીથી ભોગ બનનારોના બેંક ના ચેક તથા વાહનોની આર.સી.બુક તથા સોનાચાંદીના દાગીનાઓ પરત અપાવેલ છે.

વ્યાજખોરીના કેસમાં જામીન પર છૂટેલા હનીફ ઉર્ફે કાળુભાઈ ઇસ્માઈલભાઈ સલાટ અને ભોગ 23 જેટલા પરિવારને વ્યાજખોરી માંથી મુક્ત કરાવવા ખાસ અભિયાન અંતર્ગત ભોગ બનનારાનો સંપર્ક કરી મધ્યસ્થી કરી હતી. જેના પરિણામે આરોપીએ પોતાની સ્વેચ્છાએ ભોગ બનનારા નાગરિકો પાસેથી પડાવી લીધેલી અંદાજે રૂ.22,00,000 ની કિંમતની મિલકતો અને કિંમતી ચીજવસ્તુઓ પરત કરી દીધી છે.

પરત કરાયેલા મુદ્દામાલમાં સોનાના દાગીના: આશરે 113.12 ગ્રામ કિંમત અંદાજે રૂ. 14,69,000,ચાંદીના દાગીના 890 ગ્રામ કિંમત અંદાજે રૂ.1,50,000, વાહનોની આર.સી. બુક 20 નંગ, બેંકના કોરા કુલ 23 ચેક જેમાંથી 08 ચેક ભરેલા હતા, જેની રકમ રૂ.5,20,000 તેમજ 3 છકડો રિક્ષા અને અન્ય 1 વાહન અને રોકડ રકમ રૂા.1,25,000 અને મકાનનો દસ્તાવેજ મળી 1 કરોડનો મુદ્દામાલ 23 પરિવારને પરત અપાવ્યો હતો.

વ્યાજખોરો સામે લોકો નિર્ભય બની પોલીસ ફરિયાદ કરો : એસ.પી. વિજયસિંહ ગુર્જર
રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાની જનતાને અપીલ કરી વ્યાજ ખોરો સામે નિર્ભય પુર્વેક પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી હતી.રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે જો જિલ્લામાં વ્યાજખોરી, અસામાજિક તત્વોની લુખ્ખાગીરી કે નશીલા પદાર્થો અંગે કોઈ પણ માહિતી હોય, તો નાગરિકો નિર્ભય થઈને પોલીસ કંટ્રોલ રૂમના નંબર 7433911100 પર અથવા જિલ્લા પોલીસ અધિક્ષક અને વિવિધ વિભાગના જઉઙઘ ઓનો સીધો સંપર્ક કરી શકે છે. પોલીસ દ્વારા માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *