રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ 2025-26 ની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.61.13 કરોડ ની સામે આ વર્ષે રૂ.62.75 કરોડની, વેસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.88.84 કરોડ ની સામે આ વર્ષે રૂ.92.73 કરોડની, ઈસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.39.23 કરોડ ની સામે આ વર્ષે રૂ રૂ.39.85 કરોડની વસુલાત થયેલ છે.
આમ ગત નાણાકીય વર્ષે કુલ 189.20 ની સામે આ વર્ષે કુલ રૂ.6.13 કરોડના વધારા સાથે કુલ રૂ.195.33 કરોડની વસુલાત થવા પામેલ છે તથા ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ 2,83,825 કરદાતાઓની સામે આ વર્ષે કુલ 10,504 કરદાતાઓના વધારા સાથે કુલ 2,94,329 કરદાતાઓએ વળતર યોજના દરમિયાન વેરાની ભરપાઈ કરેલ છે.
વળતર યોજના હેઠળ 31 મે સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તા.28મે ગુરૂવારના રોજ બકરી ઈદની જાહેર રજા તથા તા.31 મેના રોજ રવિવારની રજા હોય,આ રજાના દિવસો દરમિયાન સિવિક સેન્ટયર તથા વોર્ડ ઓફિસ ખાતે વસુલાત બંધ રહેશે પરંતુ કરદાતાઓ ઓનલાઇન મિલકત વેરો ભરી શકશે.
મિલકતવેરામાં 10%ના વળતરની યોજના તા. 31-05-2026ના રોજ પુરી થનાર હોય શહેરના તમામ મિલકતધારકોને આ યોજનાનો લાભ લેવા આથી જાણ કરવામાં આવે છે.
