ગુનેગારો બેફામ: અગાઉ મર્ડરમાં આવી ગયો છું,તારું કરતા વાર નહીં લાગે કહી મામા-ભાણેજ પર હુમલો

અમુલ સર્કલ પાસે બનાવ, દુકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે કહી ઓનલાઈન પૈસા પડાવ્યા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે.…

અમુલ સર્કલ પાસે બનાવ, દુકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે કહી ઓનલાઈન પૈસા પડાવ્યા

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે. આજે એક બનાવમાં દુકાન ચલાવવાના બદલામાં પૈસાની માંગણી કરી, વેપારીને માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં તા. 26 મે 2026 ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ગંભીર મામલે ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી જયેશભાઇ ઉર્ફે લાલો ઇન્દુભાઇ કવાતર (ઉ.વ. 36), જેઓ 80 ફુટ રોડ અમુલ સર્કલ નજીક સરવૈયા હોલ પાસે “મોમાઇ પાન અને ટી સ્ટોલ” નામની દુકાન ચલાવે છે, તેમના ભાણેજ કિશનભાઈ રઘાભાઈ ડાભી દુકાને હાજર હતા ત્યારે આ ઘટનાની શરૂૂઆત થઈ હતી. તા.24 મે,2026 ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી મંદિરે ગયા હતા ત્યારે આરોપી મોહિત ઉર્ફે બંની સુરેશભાઇ પરમાર દુકાને આવ્યો હતો અને ભાણેજ સાથે બોલાચાલી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ ઝપાઝપી કરી દુકાનમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું અને એવી ધમકી આપી હતી કે જો અહીંયા દુકાન ચલાવવી હોય તો તેને દરરોજ પૈસા આપવા પડશે.

આ ઘટના બાદ રાત્રે ત્રણેક વાગ્યે મુખ્ય આરોપી મોહિતે ફરિયાદીને ફોન કરીને સમાધાનના બહાને 80 ફુટ રોડ, આંબેડકરનગર શેરી નં-13 ના ખુણે આવેલી ગરીમા પાનની દુકાન પાસે બોલાવ્યા હતા. ફરિયાદી જયેશભાઈ જ્યારે તેમના ભાણેજ કિશનભાઈ અને પાડોશી વેપારી અર્જુનભાઈ ડાંગર સાથે ત્યાં ગયા ત્યારે ત્યાં મોહિત પરમાર ઉપરાંત અજય કિરીટભાઇ ગોહેલ, હિતેન ઉર્ફે ઢબો કીરીટભાઇ ગોહેલ અને સુજલ સંજયભાઇ બથવાર હાજર હતા.

આરોપી મોહિતે પોતે અગાઉ મર્ડરના કેસમાં જેલમાં ગયો હોવાની અને તારું મર્ડર કરતા વાર નહીં લાગે તેવી ધમકી આપીને ફરિયાદી પાસે બળજબરીથી 1200 રૂૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો પતાવી દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલા ફરિયાદીએ પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન પેટીએમ મારફતે યુપીઆઈ આઈડી પર 1200 રૂૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. પૈસા લીધા બાદ પણ ચારેય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના ભાણેજ કિશનને પકડી રાખી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. જ્યારે ફરિયાદી અને અન્ય સાહેદ તેમને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો અને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.

આ ઘટનાના બીજા દિવસે એટલે કે તા. 25 મે 2026 ના રોજ બપોરે દોઢેક વાગ્યે પણ આરોપી મોહિતે ફરીથી દુકાને આવી ફરિયાદીના ભાણેજ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. અંતે કંટાળીને અને ભયમુક્ત થઈને ફરિયાદી જયેશભાઈએ તેમના ભાઈ અને સાહેદો સાથે રૂૂબરૂૂ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને ચારેય આરોપીઓ (1. મોહિત ઉર્ફે બંની સુરેશભાઇ પરમાર, 2. અજય કિરીટભાઇ ગોહેલ, 3. હિતેન ઉર્ફે ઢબો કીરીટભાઇ ગોહેલ, અને 4. સુજલ સંજયભાઇ બથવાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) 2023 ની કલમ 54, 115(2), 308(5), 324(2), 351(3) અને 352 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર મોહનભાઈ સુમારભાઈ મહેશ્વરીને સોંપવામાં આવી છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *