દહોદમાં વ્યસ્ત અને વેપારી દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા અઙખઈ માર્કેટ વિસ્તારમાં ફિલ્મી ઢબે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધો છે. વર્ષો જૂની અને જાણીતી આંગડિયા પેઢી ’પટેલ બાબુ કાંતિલાલ’ના કર્મચારીને નિશાન બનાવી હથિયારધારી લૂંટારૂૂઓએ આશરે રૂૂ.1.40 કરોડની રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હોવાનું સામે આવ્યું ટનાને પગલે વેપારીઓમાં ભારે ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે.
આંગડિયા પેઢીનો કર્મચારી રોજિંદા વ્યવહારનું કામ પૂર્ણ કરીને રોકડ રકમથી ભરેલો થેલો લઈને APMC વિસ્તાર નજીક આવેલા વેરહાઉસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પહેલેથી જ હથિયારધારી શખ્સો ઉભા હતા કર્મચારી પર હથિયારધારી શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ઝડપી અને આયોજનબદ્ધ હતો કે કર્મચારીને કોઈ જ પરકારનો મોકો પણ મળ્યો નહોતો. આશરે 6 જેટલા શખ્સો નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટર સાઈકલ પર આવ્યા હતા. આરોપીઓએ કર્મચારીને આંતરીને તેના પર ઝપાઝપી કરી હતી અને રોકડ ભરેલો થેલો છીનવી લીધો હતો. ઘટનામાં કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
લૂંટારૂૂઓએ સમગ્ર ઘટનાને માત્ર ગણતરીની મિનિટોમાં અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ તમામ શખ્સો બાઈક પર અત્યંત ઝડપથી ફરાર થઈ ગયા હતા. બનાવ એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ અઙખઈ વિસ્તાર અને વેપારી મંડળોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે. વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે દિવસના સમયે જ જો આવી રીતે કરોડોની લૂંટ થઈ શકે તો સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
આ સમગ્ર લૂંટની ઘટના આસપાસમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં આરોપીઓ બાઈક પર આવતા, હુમલો કરતા અને ત્યારબાદ ભાગતા નજરે પડતા દેખાય છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં DySP, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી જાહેર કરી તમામ મુખ્ય માર્ગો અને બહાર જતાં રૂૂટ પર સઘન ચેકિંગ શરૂૂ કર્યું છે. પોલીસ દ્વારા નજીકના ટોલ નાકા, પેટ્રોલ પંપ અને માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા તેની ચોક્કસ માહિતી મળી શકે. પોલીસના સત્તાવાર સૂત્રો અનુસાર, હાલ આંગડિયા પેઢી તરફથી લેખિત ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ લૂંટાયેલી રકમ આશરે રૂૂ.1.40 કરોડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે સત્તાવાર રીતે ચોક્કસ રકમનો ખુલાસો ફરિયાદ નોંધાયા બાદ અને હિસાબી ચકાસણી પૂર્ણ થયા પછી જ થશે.
