અખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણી

ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે…

ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ નહીં કરે. ખામેનેઈએ આ વાત એવા સમયે કહી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર કરાવવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે અને યુદ્ધ વિરામની શરતો પર ચર્ચા ચાલી રહી છે. આ યુદ્ધની શરૂૂઆત પછીથી ઈરાનના 58 વર્ષના નવા સુપ્રીમ લીડર ખામેનેઈ ક્યારેય સામે આવ્યા નથી પરંતુ તેમના નિવેદનો લેખિત સ્વરૂૂપે સામે આવતા રહે છે. આ વખતે પણ ખામેનેઈએ ટેલિગ્રામ દ્વારા લેખિત નિવેદન જાહેર કર્યું છે.

મુજતબા ખામેનેઈએ પોતાના નિવેદનમાં અમેરિકાને ’મહાન શેતાન’ અને ઈઝરાયેલને ’તાલીમબદ્ધ પ્રાણી’ ગણાવીને પોતાના દેશના સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. ખામેનેઈએ દાવો કર્યો હતો કે, તેઓ ઈઝરાયેલનું નામોનિશાન મિટાવી દેશે. આ દેશ આગામી 25 વર્ષમાં અસ્તિત્વમાં નહીં રહે. આ સાથે જ ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા પોતાના પડોશી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો તેઓ પોતાના દેશમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થવા દેશે, તો ઈરાન તે દેશોને પણ નહીં બક્ષે.

ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા પ્રસારિત અને એએફપી દ્વારા ટાંકવામાં આવેલા ઈદ અલ-અધાના લેખિત સંદેશમાં મુજતબા ખામેનેઈએ કહ્યું, ’આ બાબતમાં જે વાત નક્કી છે તે એ છે કે, સમયનું પૈડું પાછું નહીં ફરે અને આ ક્ષેત્રના રાષ્ટ્રો તેમજ ધરતી હવે અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ નહીં કરે.’

ખામેનેઈનું કહેવું છે કે, મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં અમેરિકાનો જે જૂનો દબદબો હતો, તે હવે હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો છે અને અમેરિકા ઈચ્છવા છતાં પણ એ જૂના દોરને પાછો લાવી શકશે નહીં. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ એક એવા સમજૂતી પત્ર (ખજ્ઞઞ) ની દિશામાં પ્રગતિના સંકેતો આપ્યા છે, જે યુદ્ધને રોકી શકે છે અને વાર્તાકારોને વ્યાપક સમજૂતી પર પહોંચવા માટે 60 દિવસનો સમય આપી શકે છે. રિપોર્ટ અનુસાર, ખામેનેઈએ એમ પણ કહ્યું કે, અમેરિકા આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ સતત ગુમાવી રહ્યું છે અને ’દરેક દિવસ સાથે પોતાની અગાઉની સ્થિતિથી વધુને વધુ દૂર થઈ રહ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *