ઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવી

ઉના તાલુકાના કંસારી ગામે ઉછી આપેલા નાણાં પરત ન મળતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ…

ઉના તાલુકાના કંસારી ગામે ઉછી આપેલા નાણાં પરત ન મળતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ અને મીડિયાની સમયસરની સતર્કતાથી પરિવારના પાંચેય સભ્યોનો જીવ બચી ગયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. કંસારી ગામે રહેતા ભરતભાઈ વેલજીભાઈ ડાગોદરા એ ચાર વર્ષ પહેલાં ગામના જ પાંચ શખ્સોને કુલ રૂા.8 લાખ ઉછીના આપ્યા હતા. સમય જતાં સામે વાળા શખ્સોએ રૂા.5 લાખ પરત કર્યા, પરંતુ બાકી રહેતા રૂા.3 લાખ છેલ્લા ઘણા સમયથી પરત નહીંમળતાંભરતભાઈ નો પરિવાર આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો.ભરતભાઈના પરિવારનું કહેવું છે કે નાણાં લેનારા શખ્સો માથાભારે અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે.

વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત નહીં આપી ઉલટાના ધમકીઓ આપવામાં આવતી હતી. બીજી તરફ પોતાનો પરિવાર આર્થિક તકલીફમાં હોવાથી અને ક્યાંયથી મદદ ન મળતાં અંતે કંટાળીને ભરતભાઈ સહિત પરિવારના પાંચ સભ્યોએ ઘરને અંદરથી બંધ કરી સામૂહિક આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. પરિવારના આ અંતિમ પગલાની જાણ થતાં જ સ્થાનિક મીડિયા અને ઉના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ જવાનોએ દીવાલ ટપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને આગેવાનોએ પરિવારને હિંમત આપી, સમજાવટથી માનસિક રીતે સાંત્વના આપી હતી.

લાંબી સમજાવટ બાદ પરિવાર આપઘાતનો વિચાર પડતો મૂકવા તૈયાર થયો હતો, અને આમ પાંચેય નિર્દોષ જિંદગીઓ બચી ગઈ હતી.ભોગ બનેલા ભરતભાઈ ડાગોદરા પરિવારે આક્ષેપ કર્યો છે કે નાણાં લેનારા તમામ શખ્સો માથાભારે અને ગુનેગાર છે, જેના કારણે પોલીસ ફરિયાદ કરતાં પણ તેઓ ડરી રહ્યા હતા. હવે પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે અને ઉછીના નાણાં પરત અપાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.ઉના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી છે. પોલીસે જણાવ્યું કે કાયદેસરની કાર્યવાહી કરી પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવામાં આવશે.

ભરતભાઈ ડાગોદરા એ એક વિડીયો શોસિયલ મિડીયા પર વાયરલ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને પરીવારજનો ને સમજાવી આ પ્રશ્ર્નો તાકીદે ઉકેલ લાવી આપવા ખાત્રી આપતા આ પરીવારે આધાત જનક પગલું ભરતાં અટક્યું હતું આમ પાંચ જીંદગી બચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *