ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજમાંથી 200 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શકમંદોને ઝડપી પાડ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે ગુજરાત ATSએ જહાજમાંથી 200 કરોડની કિંમતનપ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જો કે, આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોણે મંગાવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. આ ડ્રગ્સની બજાર કિંમત 200થી 500 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
થોડા દિવસ પહેલા પણ કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળી આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સના (BSF) સર્ચ ઓપરેશનમાં જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા.
