જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર

જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.…

જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા. જ્યારે ચાર આરોપીઓ હાલ જેલ માં છે, તથા એક આરોપી પકડવાનો બાકી હતો, જે આરોપીને એલસીબી ની ટુકડી એ ઝડપી લીધો છે, અને રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને પણ પાંચ દિવસના રિમાન્ડ પર લેવાયો છે.

જામનગર જીલ્લામા એજાજ ઉમર સાયચા તથા રજાક નુરમામદ સાયચા એ તેઓના સાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન,ખુનની કોશિષ, અપહરણ ખંડણી, બળજબરીથી કઢાવી લેવુ, આર્મ્સ એકટ, ફાયરીંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવ, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીનનો ગેરકાયદેસર કબજો કરવા, આપધાતની દુષ્પ્રેરણાં, જાહેરનામા ભંગ, પ્રોહીબીશન, જુગારધારા, હથિયાર બંધી જાહેરનામા, મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજ દીન સુધીમાં સાયચા ગેંગના સભ્યો વિરૂૂધ્ધ કુલ-74 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.અને હાલમા પણ તેઓની ગુનાહિત ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે.

જેથી વી.બી.ચૌધરી (પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી જામનગર) એ આરોપીઓ વિરૂૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ – ગુજસીટોક હેઠળ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવ્યો હતો. આ ગુના માં 6 આરોપીઓ ગુલામ જુસબભાઇ સાયચા, મહેબુબ જુસબભાઇ સાયચા , અસગર જુસબભાઇ સાયચા , હનીફ નુરમામદભાઇ સાયચા , ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા , અને રજાક દાઉદભાઇ ચાવડા ઉર્ફે રજાક સોપારી ને ઝડપી લેવાયા હતા.

અને રિમાન્ડ પર લેવાયા છે, જે ગેંગનો સાગરીત અને ફરારી આરોપી એજાજ ઉંમર સાયચા કે જેને એલ.સી.બી.ની ટુકડીએ ઝડપી લીધો હતો, અને તેને રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે. જેની પણ પૂછપરછ ચલાવાઇ રહી છે. જ્યારે બસીર જૂસબભાઈ સાયચા (જેલમા) , સિંકદર નુરમામદભાઇ સાયચા (જેલમા) , ઇમરાન નુરમામદભાઇ સાયચા (જેલમા) , રજાક નુરમામદભાઇ સાયચા (જેલમા) હાલ જેલ માં છે. તેઓનો જેલમાંથી કબજો લેવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *