વીંછિયાના છાસિયામાં ચુલા પર રસોઈ બનાવતી વખતે માતા-પુત્રી દાઝી ગયા

વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતી સગીરા ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતા દાઝી હતી. પુત્રીને બચાવવા જતાં જનેતા પણ દાઝી ગઈ હતી.…

વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતી સગીરા ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતા દાઝી હતી. પુત્રીને બચાવવા જતાં જનેતા પણ દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના છાસિયા ગામે રહેતી કિંજલબેન જેરામભાઈ જોગરાજીયા નામની 16 વર્ષની સગીરા સાંજના છએક વાગ્યાના અરસામાં ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે તેલ ઉડતાં કિંજલબેન જોગરાજીયા દાઝી ગઈ હતી. પુત્રીને બચાવવા જતાં માતા કૈલાસબેન જોગરાજીયા (ઉ.35) પણ દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલી માતા પુત્રીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *