સૌરાષ્ટ્રભરનાં જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

સૌરાષ્ટ્રભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરી જેમાં પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ કારોબારીની ચુંટણી યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસના આગેવાનો…

સૌરાષ્ટ્રભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરી જેમાં પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ કારોબારીની ચુંટણી યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

કલ્યાણપુર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી જુદી જુદી ચાર તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં એકમાત્ર કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. ત્યારે આજે સોમવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ગઈકાલે રવિવારે અન્ય કોઈ ઉમેદવારના ફોર્મના ભરાતા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના જાહેર થયેલા નામો બિનહરીફ રીતે મંજુર થાય તેવી એવું ચિત્ર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 24 પૈકી 11 ઉમેદવારો કોંગ્રેસના જ્યારે નવ સભ્ય ભાજપના અને ચાર સભ્ય આમ આદમી પાર્ટીના વિજેતા બન્યા છે. ત્યારે આગામી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે આજે સોમવારે બપોરે 11 વાગ્યે કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે અધ્યાસી અધિકારી ગોહેલના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે કોંગ્રેસના પુરીબેન બાબુભાઈ ગોજીયા અને ઉપપ્રમુખ તરીકે લાખીબેન રામભાઈ કરમુરના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન વિનોદભાઈ કરમુર, દંડક તરીકે ગંગાબેન જયસુખભાઈ ખાણધર અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ ભીખાભાઈ રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે.

ઉના- ઉના તાલુકા પંચાયતના સત્તા-સોપાન મહિલા સશક્તિકરણ અને સુશાસનનો નવો અધ્યાય લખાયો છે. પ્રાન્ત અધિકારી કૌશિકભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી કે.પી.ચાવડા ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 20 સભ્યો વિરુદ્ધ કોંગ્રેસના 6 મત મળતાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર પુનમબેન નિતિશભાઈ બાંભણીયા નો ભવ્ય વિજય થયો છે. કારોબારી સમિતિના ચેરમેન પદે જીલુભાઈ ગોહિલચૂંટાઈ આવતાં સમગ્ર તાલુકામાં કેસરિયો માહોલ છવાઈ ગયો છે.ઉના પ્રાન્ત અધિકારી કૌશિકભાઈ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કે.પી.ચાવડાની ઉપસ્થિતિમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.ભાજપ તરફ થી પ્રમુખ પદે વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા અને ઉપપ્રમુખ પદે પુનમબેન નિતિશભાઈ બાંભણીયા એ ઉમેદવારી નોંધાવી હતી. સામા પક્ષે કોંગ્રેસના પ્રમુખ પદે સવિતાબેન સંજયભાઈ વાજા અને ઉપપ્રમુખ પદે રાજુ ભાઇ વિજાણંદભાઈ સોલંકી એ ફોર્મ ભરતાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીમાં ભાજપના ઉમેદવારોને 20 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને 6 મત પ્રાપ્ત થયા. આમ,6 વિરૂૂદ્ધ 20 મતના પ્રચંડ જનાદેશ સાથે ભાજપના મહિલા ઉમેદવારો વિજયી જાહેર થયા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ પ્રાન્ત અધિકારીએ ભાજપના ઉમેદવારોને વિજેતા ઘોષિત કર્યા.

પરિણામ જાહેર થતાં જ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને ફૂલહાર કરીને ભવ્ય શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિજેતા ઉમેદવારોને તાલુકા વિકાસ અધિકારી કે.પી. ચાવડાએ મોઢા મીઠાં કરાવીને આવકાર્યા હતા. તાલુકા પંચાયત સભાખંડમાં જ્યારે વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા પ્રમુખ તરીકે જાહેર થયા ત્યારે એક ભાવવિભોર દૃશ્ય સર્જાયું. મહિલા પ્રમુખની લાડકી દીકરી પુષ્પગુચ્છ સાથે સભાખંડમાં દોડી આવી અને મમતાની મૂરત બની માતાને ભેટી પડી. ફૂલહાર માતાના ગળામાં પહેરાવી લાગણીસભર રીતે ભેટી પડેલી દીકરી ને જોઈને સભાખંડમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. ખુશીથી ઝૂમી ઉઠેલી માતા-દીકરીની આ મુલાકાત મહિલા સશક્તિકરણના આ અવસરને વધુ યાદગાર બનાવી ગઈ.

દેવભુમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા શનિવારે બપોરે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા અને ઉપપ્રમુખ તરીકે ચીમનભાઈ નકુમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે શનિવારે બપોરે 12 વાગ્યે જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સદસ્યોની ખાસ બેઠક યોજાઇ હતી. અહીંના જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને તેમજ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી.આ સાથે કારોબારી ચેરમેન તરીકે રંજનબેન કશ્યપભાઈ આહીર, પક્ષના નેતા તરીકે જયેશભાઈ કરસનભાઈ જેઠવા અને દંડક તરીકે કનુભાઈ પરબતભાઈ વરુની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના કુલ 22 પૈકી 20 સભ્યો હાજર રહ્યા હતા.

કોટડા સાંગાણી-કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ ખેમામાં અને સમગ્ર તાલુકામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ રોજ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં અધ્યાસી અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્યના નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) હર્ષ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે: કામીનીબા રવિરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે: દીપ્તીબેન ભાવેશભાઈ પડાળીયા, બંને હોદ્દેદારો સામે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતા અધ્યાસી અધિકારી દ્વારા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવનિર્વાચિત હોદ્દેદારોને આવકારી, પુષ્પગુચ્છ આપી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કોડીનાર
કોડીનાર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અપક્ષ ઉમેદવારના ટેકાથી કોંગ્રેસે કોડીનાર તાલુકા પંચાયત કબજે કરતા ભાજપના 30 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. કોડીનાર તાલુકા પંચાયતમાં 11 સભ્યો ભાજપના 12 સભ્યો કોંગ્રેસના અને એક સભ્ય અપક્ષ ચૂંટાયા હતા. સત્તા મેળવવા માટે ભાજપના અનેક કાવાદાવા અને સરકારી મશીનરી નો દુરુપયોગ હવાતિયા માર્યા હતા પરંતુ હુકમના એક્કા સમાન અરણેજ બેઠકો પરથી ચૂંટાયેલા અસ્મિતાબેન અનિરુદ્ધ સિંહ જાદવ એ કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કરતા કોંગ્રેસના કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેનને કારોબારીના ચેરમેન પદ આપવામાં આવ્યું હતું.

ઉપલેટા
ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જિલ્લા પ્રમુખ અને સંગઠનની સૂચના અનુસાર આગામી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રવિ કુમાર હસમુખભાઈ વિરડા ઉપપ્રમુખ માટે હંસાબેન જેન્તીભાઈ રૂૂપાપરા ના મેન્ડેડ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા મહામંત્રી રવિભાઈ માકડીયા ની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, જયસુખભાઈ ઠેશીયા દ્વારા તાલુકા પંચાયતના સભ્યોને સુપ્રભાત કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રવિ કુમાર વિરડા ઉપપ્રમુખ તરીકે હંસાબેન રૂૂપાપરા વિજેતા થયા હતા.

કાલાવડ-

કાલાવાડ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી.કાલાવડ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે સેજલ બેન રમેશભાઈ બથવાર અને ઉપપ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી.
બિનહરીફ વરણી થતાં કાલાવાડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા એ બને હોદેદારો ને આશીર્વાદ આપી રાજકીય રીતે આગળ વધી જનતા ના કામ કરી ઉજ્વળ ભવિષ્ય બનાવવા ની તકો પ્રાપ્ત કરવા શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે કાલાવડ તાલુકાના અને શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં આવતીકાલે યોજાનારી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યું છે. આ જાહેરાત સાથે જિલ્લા પંચાયતની સત્તા ની ગાદી પર કોણ બિરાજમાન થશે તે અંગેની અટકળોનો અંત આવ્યો છે. આ જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દ્વારકાદાસ કનુભાઈ દોમડિયા ના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે શારદાબેન મહેશભાઈ બાંભણિયા ની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર રામશીભાઈ પીઠીયા ને જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ અરજણભાઈ સોલંકી ની પસંદગી કરવામાં આવી છે, જે અનુભવી નેતૃત્વને પ્રાધાન્ય આપવા નો સંકેત આપે છે. દંડક તરીકે દર્પિત દેવીસિંહ ડોડીયા ની પસંદગી કરીને ભાજપ યુવા નેતૃત્વને પણ સ્થાન આપ્યું છે.

મોરબી- મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપે કબજો જમાવ્યા છતાં પ્રમુખ પદ સેડ્યુલ ટ્રાઈબ માટે અનામત હોવાથી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તે ઉપરાંત પ્રમુખ, પક્ષના નેતા, દંડક અને કારોબારી ચેરમેન સહિતના હોદેદારો ભાજપ પક્ષના ચૂંટાયા છે જોકે પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરિયાના રાજમાં ભાજપ બોડી શાસન ચલાવશે. ઉપરાંત ભાજપમાંથી ઉપપ્રમુખ વિપુલભાઈ કરશનભાઈ ગરચર, પક્ષના નેતા સવિતાબેન લાલજીભાઈ રાઠોડ, દંડક કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા અને કારોબારી ચેરમેન તરીકે મનીષકુમાર અનિલભાઈ કાંજીયાની વરણી કરવામાં આવી હતી.

ચોટીલા- પવિત્ર યાત્રાધામ ચોટીલા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં જ સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નિયમોનુસાર યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપા છાવણીમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. 18 સભ્યો ધરાવતી આ તાલુકા પંચાયતમાં 13 સભ્યો સાથે ભાજપે સ્પષ્ટ બહુમતીના આધારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. તાલુકા પંચાયતને સુવ્યવસ્થિત ચલાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નાથાભાઈ સંઘાણી તેમજ ઉપપ્રમુખ તરીકે જયસુખભાઈ રાજપરા બિનહરીફ ચૂંટાઇ આવેલ તેમજ પાર્ટી દ્વારા કારોબારી સમિતિના ચેરમેન બલવીરભાઇ ખાચર, શાસક પક્ષના નેતા રીટાબેન ધોરાળીયા, દંડક દિલીપભાઈ ગણદીયા ની વરણી જાહેર કરાયેલ છે. તમામ હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત થતાં જ ઉપસ્થિત મેદનીએ તેમને વધાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *