પડધરીના થોરિયાળીમાં એક વર્ષના માસૂમને ટ્રેક્ટરચાલકે કચડી નાખ્યો

રિવર્સમાં આવતા ટ્રેકટરની ઠોકરે બાળક ચડી જતાં સર્જાઈ કરૂણાંતિકા પડધરીના થોરીયાળી ગામે રહેતા પરિવારનો માસુમ બાળક રિવર્સમાં આવતાં ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા પહોંચી…

રિવર્સમાં આવતા ટ્રેકટરની ઠોકરે બાળક ચડી જતાં સર્જાઈ કરૂણાંતિકા

પડધરીના થોરીયાળી ગામે રહેતા પરિવારનો માસુમ બાળક રિવર્સમાં આવતાં ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના થોરીયાળી ગામે રહેતાં પરિવારના સોહિલ સાગરભાઈ જખાણીયા નામનો એક વર્ષનો માસુમ બાળક વાડીમાં નદી કાંઠે રમતો હતો ત્યારે રમતા રમતા ટ્રેકટર નીચે ઘુસી જતાં માસુમ બાળક પર ટ્રેકટર ફરી વળ્યું હતું. માસુમ બાળકને પેટ અને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકનો પરિવાર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક બાળક ત્રણ ભાઈમાં નાનો હતો. મૃતક બાળકના પિતા ભાડાનું ટ્રેકટર કરી નદી કાંઠે રેતી ભરવા માટે ગયા હતાં ત્યારે ટ્રેકટર ચાલક ટ્રેકટર રિવર્સમાં લઈ રહ્યો હતો તે દરમિયાન માસુમ બાળક રમતા રમતા ટ્રેકટરની પાછળ ઘુસી જતાં ટ્રેકટરનું વ્હીલ માથે ફરી વળતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *