કારચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ચારણીયા તરફ જવાના રસ્તે રાત્રીના નવ વાગ્યાં આસપાસ એક પર પ્રાંતિય મજુર યુવાન બાઈક લઇ વડિયા તરફ આવતો હતો ત્યારે પૂરપાટ ઝડપે તેને ઇકો કારે તેને હડફેટે લેતા બાઈક ચાલાક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવકનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ. આ અકસ્માત ની જાણ થતા જ આસપાસના વિસ્તાર ના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને વડિયા સીવીલ હોસ્પિટલ માં લાવી તેના સગાને બોલાવી તેના પીએમ માટે ની કાર્યવાહી હાથ ધરી હતી.
વડિયા પોલીસે મૃતક યુવાન અર્જુન કાળુભાઇ ખરટે ઉંમર વર્ષ 25 ના ભાઈ ભીમભાઇ કાળુ ભાઈ ખરટે ની ફરિયાદ ના આધારે વડિયા પોલીસે ઇકો ચાલાક સામે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિગતમાં જણાવ્યા અનુસાર આસપાસ ના લોકોના કહેવા અનુસાર આ ઇકો કાર GJ06JQ0569 નંબર ની હોવાનુ જાણવા મળી રહ્યું છે. પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે જેથી વધુ અકસ્માત અટકાવી શકાય તેવી લોક માંગણી પણ જોવા મળી રહી છે.
