ડીઝલની અછત: સૌરાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત, જગતાત પરેશાન!

ઇરાન અને અમેરિકાના યુધ્ધની અસર હવે ઓલો સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર પંથકમાં ડીઝલ પુરતા પ્રમાણમાં…

ઇરાન અને અમેરિકાના યુધ્ધની અસર હવે ઓલો સૌરાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર પંથકમાં ડીઝલ પુરતા પ્રમાણમાં ન મળતું હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. એમા પણ ખાસ કરીને વાવણીનો સમય નજીક છે ત્યારે જ ખેડુતોને પુરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ટ્રેકટરના પૈડા થંભી ગયા છે. જેના કારણે પંપ પર લાંબી લાઇનો લાગી છે.

વીરપુર
યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યંત જરૂૂરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યો ખોરવાઈ ગયા છે.

ખેડૂતોની મુખ્ય સમસ્યા માત્ર ડીઝલની અછત નથી, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી અને અવ્યવહારુ નિયમો પણ છે. વીરપુરના ખેડૂત તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોએ પોતાની આક્રોશભરી વ્યથા ઠાલવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ખેતીના કામ માટે કેન કે બેરલ લઈને પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે, ત્યારે પંપ સંચાલકો તેમને સીધો ઇનકાર કરે છે. પંપ પરથી એવો જવાબ મળે છે કે કેનમાં ડીઝલ નહીં મળે, વાહન લઈને આવો તો જ વાહનની ટાંકીમાં ડીઝલ ભરવામાં આવશે.

ગોંડલ
ગોંડલનાં પેટ્રોલ પંપ ઉપર ડિઝલની અછત સર્જાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.પંપ સંચાલકોનાં જણાવ્યાં મુજબ કંપની માંથી ડિઝલ ફાળવવા ઠાગાઠૈયા કરાઇ રહ્યા છે.આઠ દશ દિવસ થી ગાડી લખાવવાં છતા ડિઝલ મળતુ નથી.જેને કારણે પંપ પર ડિઝલ મળી નથી રહ્યુ.બીજીબાજુ ડિઝલ માટે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો મનમાની ચલાવી રહ્યાની ઘટનાઓ પણ બહાર આવી છે.

છાસવારે પેટ્રોલ ડિઝલ નો સ્ટોક ખલાશ થયાની અફવાઓ થી લોકો પહેલેથી જ પરેશાન છે.ત્યાં ગોંડલ માં પેટ્રોલ પંપ પર ડિઝલ નથી નાં બોડીયા લાગતા લોકો પરેશાન બન્યા છે. કેટલાક પંપ સંચાલકો નાં જણાવ્યાં મુજબ હાલ ખેતીની સિઝન શરુ થઇ હોય ડિઝલ નો ઉપાડ વધ્યો છે.તેની સામે કંપની માત્ર પાંચ થી દશ હજાર લીટર ડિઝલ ફાળવતુ હોય અછત સર્જાય છે.

નગરપાલિકા સદસ્ય ધર્મેશભાઈ પીપળીયા પોતાનું વાહન લઇ ઘોઘાવદર રોડ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડિઝલ ભરાવવા ગયા હતાં.પરંતુ પંપ સંચાલક દ્વારા ડિઝલ નથી તેવુ સ્પષ્ટ કહેવાયુ પરંતુ પંપ પરનો ફિલરમેન એક નાના ટેન્કરમાં ડિઝલ ભરી રહ્યો હતો.આ અંગે ધર્મેશભાઈ એ પુછતા’ ડિઝલ આપવુ ના આપવુ એ અમારાં મન ની ઇચ્છા” તેવો ઉડાઉ જવાબ મળ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો. ગોંડલ પંથક માં અંદાજે અઢાર થી વીસ જેટલા પેટ્રોલ પંપ છે.પણ હાલ કોઇ પાસે ડિઝલનો સ્ટોક નથી.

વડિયા
એક તરફ ખેતીની મોસમ શરૂૂ હોય બીજી તરફ વાહનોની સંખ્યામાં વધારો થતાં પરેશાની વધી ગ્રાહકોને માત્ર 1 હજાર મર્યાદામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે જો કે અમુક વાહનચાલકો ગભરાહટમાં પણ જરૂૂરિયાત કરતાં વધારે જથ્થો ભેગો કરવા પણ ઈચ્છુક હોય છે વડિયા ગામમાં ડીઝલ માટે ભારે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં આવેલા માત્ર બે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી પેટ્રોલ ડિઝલ નો મળતા લોકો હેરાન પરેશાન ફક્ત વડિયા જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના ખેડૂતો પણ ડીઝલ ભરાવવા અહીં પહોંચી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *