જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર બાતમીદાર ઉપર બે શખ્સોનો હુમલો

જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર પોલીસના બાતમીદાર ઉપર ગાંજા સાથે પકડાયેલ શખ્સ અને તેના સગ્રીતે મળી હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બે શખ્સો…

જેતપુરમાં ગાંજાની બાતમી આપનાર પોલીસના બાતમીદાર ઉપર ગાંજા સાથે પકડાયેલ શખ્સ અને તેના સગ્રીતે મળી હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના જીથુડી રોડ પર સુકન સોસાયટી સામે રહેતા અને ખેતીકામ કરતા 36 વર્ષીય પિયુષભાઇ પરષોત્તમભાઇ વાલાણી (જાતે કોળી) નામના યુવકની ફરિયાદને આધારે સમીર ઉર્ફે બોંગો અને તેની સાથેના એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પિયુષભાઇ અને આરોપી સમીર ઉર્ફે બોંગો અગાઉ એક ગાંજાના કેસમાં પકડાયા હતા.આ બાબતની ખાર રાખીને આરોપી સમીરે ફરિયાદીને જણાવ્યું હતું કે, “તેં પોલીસને મારું નામ કેમ આપ્યું કે મેં તને ગાંજો આપ્યો છે?”

આ જૂની અદાવત મનમાં રાખીને સમીર અને તેના અજાણ્યા સાથીદારે જાહેર રોડ પર પિયુષભાઇને આંતરીને ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપી સમીરે પ્લાસ્ટિકનો પાઇપ વડે હુમલો કરી આડેધડ ઘા મારીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી આ હુમલાની ઘટનામાં સમીર ઉર્ફે બોંગો અને તેની સાથેના એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 296(બી), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *