રાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયું

કારના ચોરખાનામાં 7.5 કિલોગ્રામ સોનાના ઘરેણા છુપાવ્યા હતા, રાજકોટનાં જયેશ અકબરી, સુનિત કારેણા અને ઋષિ અગ્રાવતની અટકાયત છત્તીસગઢના રાયપુરના મહાસમુંદ જિલ્લા પોલીસે રાજકોટ પાસીંગની કાર…

કારના ચોરખાનામાં 7.5 કિલોગ્રામ સોનાના ઘરેણા છુપાવ્યા હતા, રાજકોટનાં જયેશ અકબરી, સુનિત કારેણા અને ઋષિ અગ્રાવતની અટકાયત

છત્તીસગઢના રાયપુરના મહાસમુંદ જિલ્લા પોલીસે રાજકોટ પાસીંગની કાર માંથી રૂૂ.9.27 કરોડાના સોનાના દાગીના સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કાર ગુજરાતથી ઓડીસા તરફ જઈ રહી હતી ત્યારે હાઇવે ઉપર ચેકિંગ દરમિયાન ત્રણ યુવકોને કાર સાથે અટકાવી તલાશી લેતા જીજે 03 એન.પી 4230 નંબરની કારની પાછળની સીટમાં ચોર ખાનું બનાવી છુપાવવામાં આવેલ 7.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત આશરે રૂૂ. 9 કરોડ 27 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સિંઘોડા પોલીસની ટીમે નેશનલ હાઈવે-353 પર બાતમીના આધારે એક શંકાસ્પદ વોક્સવેગન કાર નંબર જીજે 03 એન.પી 4230ને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અંદાજે 7.5 કિલો સોનાના આભૂષણો મળી આવ્યા હતા, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત આશરે રૂૂ. 9 કરોડ 27 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સોનાના દાગીના કારની અંદર અત્યંત ગુપ્ત રીતે છુપાવીને લઈ જવામાં આવી રહ્યા હતા.

સિંઘોડા પોલીસે જ્યારે વાહનની બારીકાઈથી તપાસ કરી ત્યારે કારની પાછળની સીટમાંથી બે પીઠૂ બેગ મળી આવ્યા હતા. આ બેગની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના છ બોક્સ મળી આવ્યા હતા, જે સોનાની કિંમતી જ્વેલરીથી ચિક્કાર ભરેલા હતા. આ દાગીનાના પરિવહન અંગે કાર સવાર યુવકો પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો કે સંતોષકારક જવાબો નહોતા, જેના કારણે પોલીસે સોનાનો જથ્થો જપ્ત કરી ત્રણેયની અટકાયત કરી છે.

પોલીસે આ રૂૂ.9.27 કરોડના સોનાના દાગીના સાથે જયેશ અકબરી, સુનીત કારેણા અને રૂૂશી અગ્રાવાતની અટકાત કરી કડક પૂછપરછ કરવામાં આવી છે. આ કાર લઇ ત્રણેય યુવકો રાજકોટથી ઓડીસા તરફ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસ અહેવાલ અનુસાર, જપ્ત કરાયેલા સોનાના દાગીનાની ચોક્કસ કિંમત રૂૂ. 9 કરોડ 17 લાખ 84 હજાર આંકવામાં આવી છે. આ ઉપરાંત, જે લક્ઝુરિયસ કારમાં સોનું લઈ જવામાં આવી રહ્યું હતું, તે વોક્સવેગન વર્ટસ ગાડી ઓડિશા તરફ જઈ રહી હતી.

સોનાના સમલિંગની શંકા, ઇન્કમટેક્ષને જાણ કરાઈ
મહાસમુંદ પોલીસ નેશનલ હાઈવે પર સઘન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ગુજરાત પાસિંગની ગાડી આંતરરાજ્ય બોર્ડર (છત્તીસગઢથી ઓડિશા) પાર કરી રહી હોવાથી શંકા દ્રઢ બની હતી. પોલીસ કબજે કરેલા રૂૂ.9.27 કરોડના સોનાના દાગીના કોઈ સામાન્ય બોક્સમાં રાખવાના બદલે કારની પાછળની સીટ પર પીઠૂ બેગ (બેકપેક) ની અંદર પ્લાસ્ટિકના ડબ્બાઓમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા, જે મામલે સોનાના સમલિંગની શંકા સેવાઈ રહી છે. આ સોનું કોનું છે? ક્યાંથી ખરીદાયું? અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે? તેના પાકા જીએસટી બિલ કે ડિલિવરી ચલાન મળ્યું નથી જેથી સરકારને ચૂકવવામાં આવતા ટેક્સથી બચાવવા માટે બિનહિસાબી સોનું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવી રહ્યું હોવાની આશંકા છે. આ મામલે પોલીસે હાલમાં ત્રણેય યુવકોની અટકાયત કરી છે અને મામલો આગળની તપાસ માટે ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *