રાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યું

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન ધરાવતી આ ટ્રેનને બે માલગાડીઓને જોડીને એક સિંગલ લોંગ-હોલ ટ્રેન તરીકે તૈયાર કરવામાં આવી હતી. આ માલવાહક ક્ષમતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની દિશામાં એક મોટું પગલું છે. આ પ્રથમ લોંગ-હોલ “મેગા ટ્રેન” ના સંચાલનથી ડિવિઝનને અંદાજે ₹40 લાખની આવક પણ પ્રાપ્ત થઈ છે.

આ લોંગ-હોલ ટ્રેન 24 માર્ચ, 2026 ના રોજ વિન્ડમિલ (જામનગર પાસે) થી અમદાવાદ ડિવિઝનના કટોસણ રોડ સુધી ચલાવવામાં આવી હતી, જેણે અંદાજે 306 કિમીનું અંતર 30.50 કિમી/કલાકની સરેરાશ ઝડપે કાપ્યું હતું. આ સફળ સંચાલન ડિવિઝનની તકનીકી ક્ષમતા, ઝીણવટભર્યું આયોજન અને અસરકારક આંતર-ડિવિઝનલ સંકલન દર્શાવે છે.

લોંગ-હોલ ટ્રેનને બે માલગાડીઓ (રેક) ને એકસાથે જોડીને તૈયાર કરવામાં આવી હતી. પ્રથમ વિભાગ: 45 ક્ધટેનર વેગન દ્વિતીય વિભાગ: 42 કવર્ડ વેગનનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સંકલિત માળખાએ એક જ ફેરામાં વધુ જથ્થામાં માલસામાનના પરિવહનને સક્ષમ બનાવ્યું, જેનાથી ટ્રેન પાથ (Train Paths) ની જરૂૂરિયાત ઘટી અને સંપત્તિનો બહેતર ઉપયોગ સુનિશ્ચિત થયો.

લોંગ-હોલ ટ્રેન, જેના માટે સામાન્ય રીતે બે અલગ-અલગ માલગાડીઓ માટે બે ક્રૂની જરૂૂર પડે છે, તેને સમગ્ર મુસાફરી દરમિયાન માત્ર એક જ ક્રૂ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આ ક્રૂનો શ્રેષ્ઠ ઉપયોગ, બહેતર ઓપરેશનલ કાર્યક્ષમતા અને અસરકારક સંસાધન વ્યવસ્થાપનનું પ્રમાણ છે.

રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક (DRM), ગિરિરાજકુમાર મીનાએ જણાવ્યું હતું કે આ લોંગ-હોલ “મેગા ટ્રેન” નું સફળ સંચાલન માલસામાનની હેરફેરની કાર્યક્ષમતામાં સુધારો કરવા પ્રત્યે ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે તથા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને દેશના આર્થિક વિકાસમાં તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *