જામજોધપુર કોંગ્રસ દ્વારા ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માગ

એકબાજુ પેટ્રોલ ડીઝલ જેવામાં અસહપ ભાવવધારા થી ખેડુતોની કમર તુટી ગઇ છે તેમાં વળી ખેડુતો પર પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામવા થવા પામી…

એકબાજુ પેટ્રોલ ડીઝલ જેવામાં અસહપ ભાવવધારા થી ખેડુતોની કમર તુટી ગઇ છે તેમાં વળી ખેડુતો પર પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામવા થવા પામી છે ખેડૂતોને ચોમાસું પાક લેવાનો સમય થઈ ગયો છે. ખેડુતોને ખાતરની ખાસ જરૂૂરિયાત ઉભી થઈ છે તેવામાં જ માત્ર નફાના ધોરણે ખાતરમાં ભાવ વધારો થયો છે જે અસહય હોય આભાવ વધારો પાછો ખેંચવા તેમજ ખેતપેદાશોમાં જેમાં મગફળી નો માત્ર 50 રૂૂપિયા ભાવ વધારો કર્યો છે જે અયોગ્ય છે.

મગફળીનો ભાવ 2000 તેમજ કપાસનો 2500 જેટલો ભાવ મળે તો ખેડુત અને ખેતી આવનારા સમયમાં ટકી રહેશે જેથી ખેતપેદાશો નો વ્યાજબી ભાવ મળે તેમજ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચાય તેવી માંગ સાથે જામજોધપુર તાલુકા કોંગ્રસ સમિતીના પ્રમુખ ગોવિંદ ભાઈ ચાવડા તાલુકા કોંગ્રસ અગ્રણી જીવરામ ભાઈ ભરાડ પૂર્વ શહેર પ્રમુખ જમનભાઈ કંટારીયા તેમજ તાલુકાના શહેરના વિવિધ આગેવાનો હોદેદારો ની ઉપસ્થિતિમાં જામજોધપુર મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *