અલ્તાફ છ આંગળી ગેંગ સામે ગુજસીટોક, પાંચની ધરપકડ

ખૂન, લૂંટ અને સરકારી અધિકારી ઉપર હુમલા સહિત 46 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે કાર્યવાહી દારૂના ધંધામાંથી વિકસાવેલી મિલકતો પણ ટાંચમાં લેવાશે રાજકોટ શહેર…

ખૂન, લૂંટ અને સરકારી અધિકારી ઉપર હુમલા સહિત 46 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે કાર્યવાહી

દારૂના ધંધામાંથી વિકસાવેલી મિલકતો પણ ટાંચમાં લેવાશે

રાજકોટ શહેર સહીત સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા તેમજ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓથી આતંક મચાવનાર કુખ્યાત અલ્તાફ છ આંગળી ગેંગ વિરૂૂદ્ધ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે કડક કાનૂની સિંજોગો કસ્યો છે. સંગઠિત ગુનાખોરી આચરતી આ ટોળકીના કુલ 6 સાગરીતો વિરૂૂદ્ધ ’ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-2015’ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ધાકધમકી આપતી સિન્ડિકેટના 5 સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અલ્તાફ છ આંગળી હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે.

આજીડેમ ચોકડી પાસે રહેતો અને છેલ્લ દસ વર્ષથી આચરતા કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું કે, આજીડેમ ચોકડી પાસે રહેતો અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ પોતાના સાગરીતો સાથે મળીને એક સંગઠિત ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતો હતો. સને 2016 થી 2026 દરમિયાન આ ગેંગે રાજકોટ શહેરમાં પોતાની ધાક જમાવવા માટે પ્રાણઘાતક હથિયારો વડે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મારામારી, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, તેમજ સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરવા જેવા કૂલ 46 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે.

ગેંગના સભ્યોની આ ગેરકાયદેસર ગતિવિધિઓ જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન બની ગઈ હતી અને સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ વ્યાપેલું હતું. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચની ટીમે આ સંગઠિત ટોળકીને નેસ્તનાબૂદ કરવા માટે એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ અતિ ગુપ્ત રાહે માહિતી એકત્ર કરી આ કડક કાર્યવાહી હાથ ધરી છે. ટોળકીના તોસીફ ઉર્ફે બાઘો અસીમભાઇ ઉમરેઠીયા (રહે. જંગ્લેશ્વર, કોઠારીયા રોડ) , ઇમરાન ગુલાબભાઇ બેલીમ (રહે. જંગલેશ્વર, રાજકોટ) , જેની વિરૂૂદ્ધ અગાઉ 7 વખત પાસા પણ થયેલ છે તે અશોક ગોવિંદભાઇ સીંધવ (રહે. દેવપરા પાસે ), ભરત માધાવજી વાસુર (રહે. વાવડી, રાજકોટ) અને મોરબ ના ઇકબાલભાઇ કરીમભાઇ વડાવરીયા ની ધરપકડ કરવમાં આવી છે. જ્યારે ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ હાલ ફરાર હોય જેને ઝડપી લેવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. આ કડક કાનૂની કાર્યવાહીથી રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ પર મોટો અંકુશ આવશે તેવું પોલીસ પ્રશાસનનું માનવું છે. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આ તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વસાવેલી ગેરકાયદેસર મિલકતોને પણ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત.બી. બસીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, સાથે પીએસઆઈ સી.બી.જાડેજા, એ.એસ.આઇ જનકભાઇ ફુગસીયા,પ્રતિકસિંહ રાઠોડ સહીતની ટીમે દરખાસ્ત તૈયાર કરી હતી. તેમજ ટોળકીને ઝડપી લેવામાં પીએસઆઈ વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા સાથે તેમની તમામ ટીમના સ્ટાફે મહત્વની કામગીરી કરી હતી.

ક્રાઈમ બ્રાંચ દ્વારા 7 મહિનામાં 7 ગેંગ સામે ગુજસીટોક,હજુ બે ટોળકી સામે તખ્તો તૈયાર
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના સીધા માર્ગદર્શન ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના એસીપી ક્રાઇમ ભરત.બી. બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના કાર્યકાળ દરમિયાન છેલ્લા 7 જ માસમાં 7 ગેંગ સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ કાયવાહી કરવામાં આવી છે. જેમાં પેંડા ગેંગના 17 આરોપી,મુર્ગા ગેંગના 21 આરોપી,બાટલી ગેંગના 14 આરોપી, ઓડિયા ગેંગના 10 આરોપી,ઇભલા ગેંગના 7 આરોપી અને શામજી મકા ગેંગ 12 આરોપી અને અલ્તાફ છ આંગળી ગેગના 6 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ વધુ બે ગેંગ ક્રાઇમ બ્રાંચના રડારમાં છે. આ બે ગેંગ સામે આવનાર સમયમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાંચે તખ્તો તૈયાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *