શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી ભકતોની ભીડ જામી હતી અને દર્શનાર્થીઓની કતાર ગાર્ડન બહાર સુધી પહોંચી હતી. ભાવિકોએ ભારે આસ્થાપૂર્વક શનિદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આ સિવાય હાથલા ખાતે શનિદેવના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મેળા જેવો માહોલ જામ્યો હતો.
ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
