સિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારો

‘ગુજરાત મિરર’ માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ એ.સી. ચેમ્બરોમાં બેસતા ‘સાહેબો’ની ઊંઘ ઉડી તાબડતોબ 35 એરકૂલર ગોઠવાયા, રાતોરાત બારીઓનાં પડદા પણ લાગી ગયા રાજકોટ સિવિલ…

‘ગુજરાત મિરર’ માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ એ.સી. ચેમ્બરોમાં બેસતા ‘સાહેબો’ની ઊંઘ ઉડી

તાબડતોબ 35 એરકૂલર ગોઠવાયા, રાતોરાત બારીઓનાં પડદા પણ લાગી ગયા

રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ માટે એક આશાનું કેન્દ્ર છે કારણકે અહીં નિશુલ્ક સારવાર આપી દર્દીઓને સાજા કરવામાં આવે છે. આ વખતે દર્દીઓને સૂર્યનારાયણના આકરા તાપ અને બફારાનો સામનો કરવો પડ્યો હતો. જેની પરિસ્થિતિ સમજવામાં પોતે સિવિલ પ્રશાસન નિષ્ફળ નીવડ્યું હતું. અનેક વોર્ડમાં ગત વર્ષે કુલરો મૂકવામાં આવ્યા હતા પરંતુ આ વખતે કેમ સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કુલર મુકવામાં ન આવ્યા તે અંગે અનેકવિધ પ્રકારે વિરોધ પણ ઉઠ્યો હતો. જે અંગેની જાણ જાણ ગુજરાત મિરર લોકોનો અવાજ બન્યું હતું.

જે બાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાકીદે જરૂૂરી તમામ વોર્ડમાં મોટા એર કુલરો મૂકી દેવામાં આવ્યા હતા. ગુજરાત મિરરના અહેવાલથી દર્દીઓ અને તેમના સગા વાલાઓને હાશકારો થયો હતો. મળતી માહિતી મુજબ, રાતોરાત બારીઓમાં પડદા મુકી દેવામાં આવ્યા અને આશરે વિવિધ વિભાગોમાં 35 જેટલા એરકુલરો પણ મુકી દેવાયા છે.

સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે લાગે છે કે સૂર્યનારાયણ રૂૂઠિયા હોય. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન પણ 45 ડિગ્રી સુધી આંબી ગયું છે. કરુણતા એ વાતની હતી કે 45 ડિગ્રીની ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ ભઠ્ઠામાં શેકાઈ રહ્યા હતા અને તેની સાર સંભાળ રાખવામાં સિવિલ હોસ્પિટલ તંત્ર જરૂૂરી સુવિધા આપવામાં ઊણું ઉતર્યું હતું.

આકરા તાપમાન અને ધગધગતી ગરમીમાં એક પણ વોર્ડમાં એર કુલર મૂકવામાં આવ્યા ન હોવાની ઘટના સામે આવી હતી જેમાં દર્દીઓની સાથે તેમના સગા મનોમન રૂૂદન કરતા નજરે પડ્યા હતા. પોતાના સ્વજનને બચાવવા માટે અનેકવિધ નુસખાઓ અપનાવવામાં આવ્યા હતા છતાં પણ સિવિલ હોસ્પિટલ પ્રશાસન પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. પરંતુ આ અંગેનો અહેવાલ પ્રકાશિત થતા જ તંત્ર દ્વારા તાકીદે મસ્ત મોટા કુલરો મૂકી દેવામાં આવ્યા અને દર્દીઓને હાસકારો કરાવ્યો હોવાનું હાલ ચિત્ર સામે આવ્યું છે.

એકસ-રે વિભાગની લોબીમાં હજુ પંખાની રાહ
હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં કૂલર ગોઠવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી એક્સ રે વિભાગમાં પણ હાલ પંખા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે દર્દીઓની કરુણતા એ છે કે આ ગરમીના પ્રકોપમાં તેઓએ શેકાવું પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જે જગ્યા પર જરૂરી સુવિધાઓ આપવામાં આવી નથી તે તમામ જગ્યાઓ પર પ્રાથમિકતાના ધોરણે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *