ધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડી

સુરતના વેપારીએ રૂા.70 લાખની ફોતરી મંગાવી 15 લાખ ચૂકવી બાકીની રકમનો ધૂંબો માર્યો ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા વેપારીએ સુરતના એક શખ્સ સામે રૂૂ.55,17,477 ની…

સુરતના વેપારીએ રૂા.70 લાખની ફોતરી મંગાવી 15 લાખ ચૂકવી બાકીની રકમનો ધૂંબો માર્યો

ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા વેપારીએ સુરતના એક શખ્સ સામે રૂૂ.55,17,477 ની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સુરતના વેપારીએ રૂૂ.70 લાખની મગફળીની ફોતરી માંગવી બાકી રહેતી રૂૂ.55.17 લાખની રકમ નહી ચૂકવી ધુંબો મારી દીધો હતો.
મળતી વિગત મુજબ ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા મયુરભાઈ રણછોડભાઈ દેસાઈ (ઉ.વ. 37) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સુરતના રહેવાસી એમ વિશાલ એન્ડ કુ. ના માલિક વિશાલભાઈ મનજીભાઈ માંગુકીયાનું નામ આપ્યું છે.

મયુરભાઈ રણછોડભાઈ દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ધોરાજીમાં જીનમીલ રોડ પર ખરાવડ પ્લોટ ખાતે તેમના પિતા રણછોડભાઈના નામે આવેલી ’યોગી એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ચલાવે છે. આ પેઢી મગફળીની ફોતરી ખરીદીને બાયોકોલ બનાવતી કંપનીઓને વેચવાનું કામ કરે છે. ફેબ્રુઆરી 2025 માં, સુરતના રહેવાસી વિશાલભાઈ મનજીભાઈ માંગુકીયા (એમ વિશાલ એન્ડ કુ. ના માલિક) એ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. વિશાલભાઈએ જૂનાગઢ-ધોરાજી રોડ પર બાયોકોલનું કારખાનું શરૂૂ કરવાનું જણાવી ફોતરીના વેપાર માટે 15 થી 20 દિવસની પેમેન્ટ શરતે વ્યવહાર નક્કી કર્યો હતો. શરૂૂઆતમાં વિશ્વાસ જીતવા માટે, આરોપીએ મોકલેલા માલના પેમેન્ટ પેટે ટુકડે-ટુકડે ₹15,00,000 ચૂકવી આપ્યા હતા. આ વિશ્વાસના આધારે, ફરિયાદીએ 28 ફેબ્રુઆરી 2025 થી 22 જુલાઈ 2025 ના સમયગાળા દરમિયાન કુલ 119 ગાડી (પાલ) ફોતરી વિશાલભાઈના કારખાને મોકલી હતી.

આ કુલ માલની કિંમત રૂૂ.70,17,477 થતી હતી. જોકે, અગાઉ આપેલા 15 લાખ બાદ કરતા, બાકીના રૂૂ.55,17,477 ચૂકવવામાં આરોપીએ ગલ્લાતલ્લા કરવાના શરૂૂ કર્યા હતા. ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં, આરોપીએ “મારું એક પેમેન્ટ અટવાયેલું છે, સીઝન છે એટલે માલ ચાલુ રાખો” તેવા બહાના બતાવી બાકી રકમ ચૂકવી નહોતી. જ્યારે ફરિયાદીને ખાતરી થઈ કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે, ત્યારે તેમણે 14 મે 2026 ના રોજ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી વિશાલભાઈ મનજીભાઈ માંગુકીયા સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પી.એસ.આઈ એ.બી. કાકડીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *