જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો

જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…

જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે શખ્સોએ એક પરિવાર પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાજડીયાળી ગામે રહેતા બળદેવભાઈ અરવિંદભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાજડીયાળી ગામે મેસપર રોડ પર આવેલા પાણીના ટાંકા પાસે આરોપીના ઘરની સામે લગ્નનું ફુલેકું નીકળ્યું હતું. આ ફુલેકા દરમિયાન ભીડમાં કિરીટ વિનુભાઈ દાફડા સાથે બળદેવભાઈના નાના ભાઈને અકસ્માતે ધક્કો લાગ્યો હતો.

આ સામાન્ય ધક્કા જેવી બાબતે ઉગ્ર રૂૂપ ધારણ કર્યું હતું. આરોપી કિરીટભાઈ વિનુભાઈ દાફડા અને વિનુભાઈ આલાભાઈ દાફડાએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના નાના ભાઈને બેફામ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. ત્યારબાદ મામલો વધુ બિચકતા બંને આરોપીઓએ બળદેવના માતાને પણ ગાળો આપી હતી અને બંને આરોપીઓએ બળદેવ અને તેના ભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો. વિનુભાઈ પાસે રહેલી લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે જામકંડોરણા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. લગ્ન જેવા પવિત્ર અને ખુશીના પ્રસંગમાં આવી હિંસક ઘટના બનતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *