જામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરી

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાન ના એક વેપારી ના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ…

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાન ના એક વેપારી ના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 3.99 લાખથી વધુની માલમત્તા ચોરી કરી ફરાર થઈ જતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સનમ સોસાયટી, ખફી હોલ પાસે ઉસ્માન ગની મંઝિલ ખાતે રહેતા અને પાન નો વેપાર ધંધો કરતા અલ્તાફભાઈ ગનીભાઈ સમાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા. 14 મેની મધરાત્રી દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તેમના મકાનમાં પ્રવેશ કરી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લાકડાના કબાટ ખોલી તેમાં રાખેલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

ચોરી થયેલા મુદ્દામાલમાં બે સોનાના ચેન પેન્ડલ સાથે, સોનાની એક જોડ કાનની બુટી, સોનાની લેડીસ વીંટી, ચાંદીના મોટા સાકળાની એક જોડી, હાથમાં પહેરવાની ચાંદીની પોચીની જોડી, નાની ઝાંઝરી તથા ચાંદીની લક્કીની જોડીનો સમાવેશ થાય છે. ઉપરાંત તસ્કરો રોકડ રૂૂ. 43,100 પણ ચોરી કરી લઈ ગયા હતા. આ રીતે કુલ આશરે રૂૂ. 3,99,100ની માલમત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જે બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસ પો.સબ ઇન્સ્પેક્ટર વી.આર. ગામેતી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *