ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક માલણ વિસ્તાર માં જૂની અદાવતનો ખાર રાખીને એક પરિવાર પર લોખંડના પાઈપ, છરી અને પથ્થર વડે જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પાસે થયેલી સામાન્ય બોલાચાલી બાદ 10 જેટલા શખ્સોએ પીછો કરીને ઘર સુધી પહોંચી જઈ આખા પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં પિતા-પુત્ર સહિત ચાર લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને કુલ 37 ટાંકા આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાના ચીખલી ગામે મઢડાળી માતાના ચોકમાં રહેતા અને ખેતી કરતાવિજય ભાઈ રામજીભાઈ ચુડાસમા એ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 12/01/2026ના રોજ સાંજે સાડા છ વાગ્યાનાઅરસા માં તેઓ અને તેમના ભાણેજ કમલેશ સરમણસોલંકી બાઈક પર પિતાના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સંજય લખમણ પામક, રવિ ઠાકુર વંશ, કાના ભગવાન વંશ, સુનીલ ભરત વંશ, રાજ ગોવિંદ બાંભણિયા, જયદીપ પીઠા વંશ, સોનલબેન ઠ/ઘ ગોવિંદભાઈ બાંભણિયા અને પાંચીબેન કાનાભાઈ વંશે હુમલો કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળીને વિજયભાઈના ભાઈ અજયભાઈ તથા પિતા રામશીભાઈ અને માતા શાંતિબેન છોડાવવા વચ્ચે પડ્યા તેમણે પણ માર માર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ બનાવનું કારણ જૂની અદાવત છે. મહેશ કાના વંશની બેન નીતાબેન ના બાજુ માં ફરિયાદીનો પ્લોટ આવેલો છે. નીતાબેને મકાન બનાવવા બાબતે આશરે એક વર્ષ પહેલાં મહેશ કાના અને તેના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે કોઈ પોલીસ ફરિયાદ ન કરતા મહેશે મનદુ:ખ રાખીને આ હુમલો કરાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉના પોલીસે વિજયભાઈ ચુડાસમાની ફરિયાદના આધારે મહેશ કાના વંશ, રવિ ઠાકુર વંશ, જયદીપ પીઠા વંશ, સંજય લખમણ પામક, કાના ભગવાન વંશ, સુનીલ ભરત વંશ, રાજ ગોવિંદ બાંભણિયા, જયદીપ પીઠા વંશ, સોનલબેન અને પાંચીબેન સહિત 10 લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જમીન વિવાદમાં ખેડૂત ઉપર હુમલો
ઉના તાલુકાના ચીખલી ગામે જમીનના વિવાદમાં એક ખેડૂત પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતા સમયે ગામના જ પાંચ શખ્સો એ ભેગા મળીને લોખંડના પાઈપ અને લાકડી વડેહુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મહેશભાઈ ડાભી, ઉંમર વર્ષ 27, રહે. ચીખલી, તા. ઉના એ 13/01/2026ના રોજ સવારે તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ગામના જ પાંચ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલો કરનાર આરોપી વિજય ધનજી ચુડાસમા કમલેશ સરમણ સોલંકી રામજી ભગવાન ચુડાસમા અજય રામજી ચુડાસમા શાંતુબેન રામશીભાઈ ચુડાસમા એ ખેતરમાં ઘુસીને કર્યો હુમલો કર્યો અંગે ફરીયાદ નોંધાવી છે.
