ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે.…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે. વેપાર, તાઇવાન, તકનીકી સ્પર્ધા અને ખાસ કરીને ઈરાન સાથેના યુદ્ધમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ચીનની મદદ મેળવવા જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ. પરંતુ આ મુલાકાત અમેરિકાની વિદેશનીતિના પતનનું પ્રતીક બની ગઈ છે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં ચીન વિરુદ્ધ કડક વેપાર યુદ્ધ શરૂૂ કર્યું હતું. તેઓ 60%થી વધુ ટેરિફ અને સ્ટ્રક્ચરલ ફેરફારોની માંગ કરતા હતા. પરંતુ આ વખતે તેઓ ચીનના આગળ વધુ નમતા જોવા મળ્યા. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલ અટવાયા છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થયું છે.

આ સ્થિતિમાં ટ્રમ્પે ચીન પાસે મદદ માંગી છે જે દેશ ઈરાનનો મુખ્ય સમર્થક છે. આ નમતા અમેરિકાની મહાનતાને નુકસાન પહોંચાડે છે. ચીન આ મુલાકાતને પોતાની જીત તરીકે જુએ છે. બેઇજિંગના વિચારકો ટ્રમ્પને અમેરિકન રાજકીય ક્ષયના પ્રવેગક કહીને તેમનો આભાર માને છે. ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકા પોતાના સહયોગીઓ (યુરોપ, કેનેડા) સાથે પણ વિવાદમાં છે, જ્યારે ચીન તકનીકી અને ક્રિટિકલ મિનરલ્સમાં આગળ વધી રહ્યું છે. આ સમિટમાં વેપાર સમજૂતીઓ, બોઇંગ વિમાનો અને અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી જેવા નાના-મોટા સોદા થઈ શકે છે, પરંતુ મોટા સ્ટ્રક્ચરલ ફેરફારોની આશા ઓછી છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હવે ચીન સાથે સમાધાનમાં ફેરવાઈ ગઈ છે. આ મુલાકાત વિશ્વને ખોટો સંદેશ આપે છે. જ્યારે અમેરિકા ઈરાન જેવા નાના દેશ સાથે પણ અટવાયેલું છે, ત્યારે તે વિશ્વના બીજા મહાસત્તા પાસે મદદ માગે છે.

તાઇવાન પર ચીનના આક્રમક વલણ વિરુદ્ધ અમેરિકા મજબૂતીથી ઊભું રહેવાને બદલે વેપારી સોદાઓમાં વ્યસ્ત જણાય છે. ટ્રમ્પ સાથે એલોન મસ્ક, ટિમ કુક જેવા સીઈઓનું જૂથ ગયું છે, જે સ્પષ્ટ કરે છે કે આ મુલાકાત વ્યવસાયિક હિતો પર વધુ કેન્દ્રિત છે. પરંતુ આવી કૂટનીતિ લાંબા ગાળે અમેરિકાની વ્યૂહાત્મક સ્થિતિને નબળી પાડશે. આ સમિટથી વિશ્વમાં ૠ2 (અમેરિકા-ચીન)ની વાતો ફરી ઉઠી છે, પરંતુ આ ૠ2 અમેરિકા માટે લાભદાયી નહીં, પરંતુ ચીન માટે વધુ અનુકૂળ સાબિત થાય તેવી શક્યતા વધુ છે. ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે વિશ્વની મહાસત્તા બનવા માટે મિત્રોને મજબૂત કરવા પડે છે, વિરોધીઓ પાસે હાથ લંબાવવા નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *