ત્રિકોણબાગ પાસે એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત

ઉભેલા વૃદ્ધને કઈ રીતે ઠોકરે ચડાવ્યા તે જાણવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જારી શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાના એક એવા ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે બપોરે…

ઉભેલા વૃદ્ધને કઈ રીતે ઠોકરે ચડાવ્યા તે જાણવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જારી

શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાના એક એવા ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિટી બસ સ્ટેન્ડ નજીક ઊભેલા 65 વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આવેલી એસટી બસે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભરતભાઈ પ્રીતમભાઈ કામદાર નામના 65 વર્ષના વૃદ્ધ ગઈ કાલે બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. તે દરમિયાન પસાર થતી એસટી બસે તેમેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ભરતભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને તરત જ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને બસ ચાલકની બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *