જૂનાગઢ જિલ્લામાં દારૂૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસની ટીમને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે બાંધાળા ગામથી ઉમરાળા ગામ તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન માણેકવાડા તરફથી આવતી એક શંકાસ્પદ કાળા કલરની કિયા સોનેટ કારને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટીમે સતર્કતા વાપરી ખાનગી વાહન આડું નાખીને ફિલ્મી ઢબે આ કારને રોકી લીધી હતી.
પોલીસ દ્વારા જ્યારે આ કારની સઘન તલાશી લેવામાં આવી ત્યારે કારની પાછળની સીટ તેમજ ડેકીના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની પેટીઓ મળી આવી હતી. આ પેટીઓ ખોલીને જોતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂૂના કુલ 1986 નંગ પ્લાસ્ટિકના ચપટા (નાની બોટલ) મળી આવ્યા હતા.
આ ગેરકાયદે જથ્થા અંગે કોઈ પણ પાસ-પરમિટ ન હોવાથી પોલીસે દારૂૂના જથ્થા સહિત કાર અને અન્ય વસ્તુઓ મળીને કુલ 11,21,328 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 3,11,328 રૂૂપિયાની કિંમતનો દારૂૂ, 10,000 રૂૂપિયાનો મોબાઈલ ફોન અને 8,00,000 રૂૂપિયાની કિંમતની કિયા સોનેટ કારનો સમાવેશ થાય છે.આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રાજેશ ઉર્ફે લાલો ભુપતભાઈ નાજભાઈ વાળા નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જે જૂનાગઢના ઉમરાળા ગામનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂૂનો જથ્થો અન્ય રાજ્યોમાંથી વેચાણના હેતુથી લાવવામાં આવ્યો હતો. આ ગુનામાં અન્ય બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમાં સાંથણી ગામના યુવરાજભાઈ વાળા અને બિલખાના કૌશિક હમીરભાઈ વાળાના નામ ખુલ્યા છે. હાલમાં આ બંને આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
