સપ્તાહના અંત સુધીમાં મનપા, જિ.પંચાયત, તા. પંચાયત અને નગરપાલિકાને મળશે નવા સુકાનીઓ

વડાપ્રધાન મોદીનો સોમનાથ અને વડોદરા નો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે ફરી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ગાંધીનગર ખાતે મળશે કારણકે ઘણા ખરા શહેરોના મુખ્ય સુકાનીઓના…

વડાપ્રધાન મોદીનો સોમનાથ અને વડોદરા નો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે ફરી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ગાંધીનગર ખાતે મળશે કારણકે ઘણા ખરા શહેરોના મુખ્ય સુકાનીઓના નામોની જાહેરાત થઈ શકી ન હતી અને વચમાં જ આ બેઠકને મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે હવે આજથી પાટનગરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિ માટેનો તખતો ઘડાશે. ત્યારે આ સપ્તાહના અંતમાં જ હાલ નવા સુકાનીઓના નામોને જાહેરાત થઈ જાય તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાનું સંગઠન માળખું નક્કી કરવામાં પ્રદેશ કક્ષાના આગેવાનોને ઘણી મહેનત કરવી પડશે એટલું જ નહીં હાલ અત્યારથી જ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા લોબિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ધૂળ ચાટતું કર્યું છે ત્યારે હવે નવા આગેવાનો સત્તા સંભાળશે.

હાલ રાજ્ય પર માં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂક્યું છે અને નિરીક્ષકો દ્વારા પેનલ સહિતનો રિપોર્ટ બોર્ડને સોંપી દેવામાં આવ્યો છે હાલ નામોની ચર્ચા શરૂૂ કરી દેવાય છે ત્યારે રાજકોટ મહાનગર ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવા હોદ્દેદારો નિમવા માટે કાઉનડાઉન શરૂૂ થઈ ગયું છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને બોર્ડની પ્રથમ બેઠક મળી ચૂકી છે પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ સુનિશ્ચિત થતાં જ હાલ પક્ષના આગેવાનોને વિવિધ મહાનગરો દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી હતી જેના કારણે પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં હાલ જે ચર્ચાએ જોર પકડ્યું છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે આવતીકાલથી ત્રણ દિવસ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે અને ગુરુવાર અથવા તો શુક્રવારે નવા શુકાનીઓની જાહેરાત પણ કરી દેવામાં આવે તો નવાઈ નહીં.

મળતી માહિતી મુજબ નવા સુકાનીઓની સાથોસાથ IAS અધિકારીઓની પણ બદલીનો ધાણવો ઉતરે તેવું હાલ જણા રહ્યું છે. આજથી જે બોર્ડ બેઠક મળવાની છે તેમાં 15 મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોના પ્રમુખો નક્કી કરવામાં આવશે. આગામી ત્રણ દિવસમાં ફકત એક વખત મહાનગર, જીલ્લા પ્રમુખોની ટીમ ફરી ગાંધીનગર જશે અને ગુરુવાર સુધીમાં આ પ્રક્રિયા પુરી કરાશે તથા બાદમાં તુર્તજ નવા ચુંટાયેલા બોડીની જનરલ બોર્ડમાં નવા પદાધિકારીઓ સતા સંભાળી લેશે. જેથી છેલ્લા ચાર માસથી જે રીતે આ સંસ્થાઓમાં વહીવટદાર શાસન છે તેનો પણ અંત આવશે. ચુંટણી આચાર સંહિતાના કારણે નવા કામો પણ અટકયા હતા અને હવે રાજય ચોમાસાની પણ તૈયારીઓ છે જેથી કૃષીની સીઝન શરૂૂ થશે. ભાજપ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિમાં આગામી વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચુંટણીઓની પુર્વ તૈયારીનો પણ પડઘો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *