શહેરની ભાગોળે નાકરાવાડી, વિઠલવાવ અને કોઠારીયા રેલવે સ્ટેશન પાસે પોલીસે જુગારના 3 દરોડા પાડી પતા ટીંચતી સાત મહીલા સહીત 17 શખ્સને ઝડપી પાડી રૂા.27160ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ એમ.કે. મોવલીયા સહીતના સ્ટાફે બાતમીના આધારે નાકરાવાડી ગામે ભુપત જોગડીયાના મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી પતા ટીંચતા ભુપત જીવરાજભાઇ જોગડીયા, વિજય હકાભાઇ જોલાપરા, જગદીશ વજુભાઇ બહુકીયા, અજય રમેશભાઇ બહુકીયા, અને જેરામ વજુભાઇ બહુકીયા,ને ઝડપી પછી પટમાંથી રૂા.12800ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં આજી ડેમ પોલીસે ભાવનગર હાઇવે પર વિઠલવાવ આશ્રમ સામે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર દોરોડો પાડી પતા ટીંચતા સુરેશ સવાભાઇ સાકરીયા, રાજેશ જીવરાજભાઇ રામાણી, અજય દેવરાજભાઇ મોરવાડીયા, જયસુખ પોપટભાઇ ચાવડા અને જયંતિ નરશીભાઇ રામાણીને પતા ટીંચતા સુરેશ સવાભાઇ સાકરીયા, રાજેશ જીવરાજભાઇ રામાણી, અજય દેવરાજભાઇ મોરવાડીયા, જયસુખ પોપટભાઇ ચાડા અને જયંતિ નરશીભાઇ રામાણીને પતા ટીંચતા ઝડપી લઇ પટમાંથી રૂા.3290ની રોકડ કબજે કરી હતી. જયારે ત્રીજા દરોડામાં કોઠારીયા રેલવે સ્ટેશન સામે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મધુબેન દિનેશભાઇ પંચાળ, હિરલબેન સુરજભાઇ ચૌહાણ, ભાવીકાબેન રાજેશભાઇ બારૈયા, કાજલબેન શૈલેષભાઇ ચૌહાણ, મુમતાજબેન સાજીદભાઇ સંધી, કાજલબેન જીતુભાઇ ગોહેલ અને શારદાબેન દિપકભાઇ બાવળીયાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.11000ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
