ઉનામાંથી ચોરાઉ બાઈક સાથે રીઢો શખ્સ ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઉના શહેરમાંથી ચોરી થયેલા વાહનોના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. શહેર ના હાર્દસમા વિસ્તારમાંથી…

ગીર સોમનાથ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઉના શહેરમાંથી ચોરી થયેલા વાહનોના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. શહેર ના હાર્દસમા વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક રીઢા શખ્સને ઝડપી પાડીને પોલીસે ગુનાખોરીની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના થી LCB પીઆઈ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સિંધવ તથા સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કાંધી પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશ ઉર્ફે ડેની કરશનભાઈ ઉર્ફે કસાભાઈ સોલંકી (ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી દિનેશ સોલંકી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નં.GJ-11-AE-2945) કબ્જે કરી છે. આ બાઈક ઉના શહેરના ટીંબી વિસ્તારમાંથી તા. 25/04/2026ના રોજ ચોરી થયું હોવાની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જપ્ત કરાયેલ વાહનની બજાર કિંમત આશરે રૂૂ. 20, 000/-આંકવામાં આવી છે.જિલ્લા પોલીસ વડાએ આ સફળ કામગીરી બદલ LCBની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય ગુના ઓના પણ પર્દાફાશ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *