ખંભાળીયા પંથકની 13 વર્ષીય સગીર પર જામનગરના શખ્સ દ્વારા લલચાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુન્હામાં ખંભાળીયા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના આરીફ અયુબશાહ ફકીર નામનો શખ્સ ખંભાળીયા પંથકની એક 13 વર્ષીય સગીરને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા અંગે ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ.
ઘટનાની ગંભીરતા જોતાં ખંભાળીયા પોલીસે પી.આઈ. સી.આર.રાણાના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસ કરી ગણતરીના કલાકમાં જ ભોગ બનનાર સગીર તથા આરોપી જામનગરના આરીફ અયુબશાહ ફકીર નામના શખ્સની અટકાયત કરી છે. ખંભાળીયા પોલીસે આરોપી વિરૂૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોકસો એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીનું મેડીકલ પરીક્ષણ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
