વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો

વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા મળીને રૂૂ. 1.52 કરોડથી વધુની કિંમતનો કઙૠ ગેસનો જથ્થો કંપનીની જાણ બહાર બારોબાર વેચી નાખ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા અને ‘કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ’ માં નોકરી કરતા શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (ઉ.વ.42) એ આરોપી સુરેશકુમાર ભેરૂૂલાલ મેઘવાલ રહે હાલ વાંકાનેર મહાવિરનગરમુળ રહે. ખેરોદા ગામ, ગુલાબનગર, તા.ભીંડર જિ. ઉદયપુર રાજસ્થાન તથા ઇલ્યાસ નુરમામદભાઇ પરાસરા રહે. કણકોટ-3 તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા કણકોટ ગામે આવેલ કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ (એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ કણકોટ મોરબી) પ્લાન્ટમા આરોપી સુરેશકુમાર પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે તેમજ આરોપી ઇલ્યાસ પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા હોય જે બંન્ને આરોપીઓની મળી કંપની સાથે વિશ્વાસઘાત કરી કંપની દ્વારા મોકલવામા આવેલ એલ.પી.જી ગેસનો જથ્થો કંપનીની સુચના મુજબ નહિ વેચી સ્ટોરેજ પ્લાન્ટમાંથી 92 ટન 656 કિ.ગ્રા એલ.પી.જી ગેસનો જથ્થો કિ.રૂૂ.1,52, 88,240/- કંપનીની જાણ બહાર કોઇપણ રીતે બારોબાર વેચી નાખ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ની કલમ -316(4),54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *