ખાંભાના ડેડાણ પટેલપરા વિસ્તારમાં મજૂરી કામ રહેતા વિનુભાઈ મનુભાઈ લકધીર (ઉં.વ.52) રાત્રે 9 વાગ્યે ગામના સ્મશાન પાસે બેઠા હતા તે દરમિયાન અકિલ રહીમભાઈ કચરા તેઓ સાથે મજાક મસ્તી કરતા હતા. ત્યારે વિનુભાઈએ મજાક ન કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન વિનુભાઈએ અકિલને ઝાપટ મારતા, અકિલે મનદુ:ખ રાખી તેણે અન્ય તૌફિક કાસમભાઈ અગવાન અને બે અજાણ્યા વ્યક્તિને બોલાવી ચારેય એકસાથે આવી તેઓ પર હુમલો કર્યો હતો.
જેમાં બે અજાણ્યા શખ્સોએ વિનુભાઈને પકડી રાખી અકિલ અને તૌફિકે છરી અને તલવારના પેટના ભાગે મારવા જતા તેઓએ હાથ આડા રાખતા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હુમલા દરમિયાન મારી નાખવાની ધમકી પણ આપી હતી.હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેઓના શરીરમાં 72 ટાંકા લઇ તબીબોએ સારવાર શરૂૂ કરી હતી. આ અંગે ખાંભા પોલીસે અકિલ રહીમભાઇ કચરા, તૌફિક કાસમભાઇ અગવાન અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
