નશેડીનો ત્રાસ : ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં સગર્ભાને પેટમાં પાટુ માર્યુ

મનહરપરાનો બનાવ : પતિ વચ્ચે પડતાં તેને પણ પાઈપથી માર મારતાં દંપતી સારવારમાં શહેરમાં નશાખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. નશાનો વેપલો કરતાં શખ્સોથી આસપાસના…

મનહરપરાનો બનાવ : પતિ વચ્ચે પડતાં તેને પણ પાઈપથી માર મારતાં દંપતી સારવારમાં

શહેરમાં નશાખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. નશાનો વેપલો કરતાં શખ્સોથી આસપાસના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે આવા જ એક બનાવમાં ભાવનગર રોડ પર મનહરપરામાં ગાંજાનો વેપલો કરતાં શખ્સને ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઈ જઈ સગર્ભાને પેટમાં પાટુ મારી દીધું હતું. જ્યારે તેનો પતિ વચ્ચે પડતાં તેને પણ પાઈપથી માર મારતાં દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર મનહરપરા શેરી નં.1માં રહેતી શેનીલા સોહિલભાઈ મુલતાની (ઉ.25) નામની સગર્ભા આજે સવારે ઘર પાસે હતી ત્યારે આરોપી સુનિલ ઉર્ફે ચોટો ઘર પાસે ગાંજો વેચતો હોય જેથી અહિં ગાંજો વેચવાની ના પાડતાં સુનિલે ઉશ્કેરાઈ જઈ સગર્ભાને પેટમાં પાટુ ઝીંકી દીધું હતું. દરમિયાન શેનિલાનો પતિ સોહિલ મહેબુબભાઈ મુલતાની (ઉ.27) પત્નીને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેને ઈંટ અને પાઈપ વડે માર માર્યો હતો.

આ બનાવમાં ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી. સગર્ભાને નવ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે.

ચુનારાવાડમાં યુવાનને ધોકા પાઈપથી માર માર્યો
કુબલીયાપરા સરકારી કવાર્ટર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતો અનિલ કાળુભાઈ ધાંધલપરિયા (ઉ.20) નામનો યુવાન આજે સવારે ચુનારાવાડમાં પુલ પાસે સુતો હતો ત્યારે વિજય કાળુ અને તેની સાથેના શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *